સામાન્ય લાદીનું મજૂરી કામ કરતા પિતાના યુવાન પુત્રની અનેરી સિધ્ધી

રાજકોટ શહેર આમ તો રંગીલુ અને મોજીલુ શહેર છે પરંતુ આ શહેર ખુબીઓથી ભરેલું શહેર છે તેમ પણ કહી શકાય એટલે કે આપણા રાજકોટ શહેરના એક સામાન્ય ઘરમાંથી આવતા એક ગેરેજ મીકેનીક યુવાને સામાન્યથી પણ મોટું કામ કરી બતાવ્યું છે.

રાજકોટના હુડકો વિસ્તારમાં રહેતા લાદી નાખવાનું મજૂરી કામ કરતા કેશુભાઈ ટાંકના યુવાન પુત્ર પ્રતીક ટાંકે શહેરની સૌપ્રથમ કહી શકાય તેવી સ્પોર્ટસ કાર બનાવી છે.

રાજકોટ શહેરના યુવાનો એમ પણ બાઈક અને કારના શોખીન હોય જ છે, અને કાર અને બાઈક તેની મુળ કિંમતે લઈ અને તેના બ્યુટીફીકેશન પાછળ પણ એટલો જ ખર્ચ કરતા હોય છે. આવા જ એક નાનપણથી જ સ્પોર્ટસ કારના શોખીન એવા પ્રતીક ટાંક નામના યુવાને પોતાનો શોખ પુરો કરવા જાતે જ સ્પોર્ટસ કાર બનાવી જે લઈને તે રાજકોટની સડકો પર નીકળે તો તે કાર જોવા લોકો લાઈનો લગાવે છે.

પ્રતીક ટાંકે આઈટીઆઈમાં મોટર મીકેનીકનો કોર્સ કરેલ છે અને છેલ્લા બે વર્ષથી એક ગેરેજમાં કરતાં તેના બાળપણના સ્વપ્ન કે જે એક સ્પોર્ટસ કાર બનાવવાનું હતું તે પૂર્ણ કરવાનો વિચાર આવ્યો જે તેમણે તે ગેરેજના માલિક એવા તેના મીત્ર નયનભાઈ કામડીયાને જણાવ્યો અને પછી શ‚ થયું પ્રતીકભાઈ ડ્રીમ કાર બનાવવાનો પ્રોજેકટ ચાર મહિના રાત-દિવસ જોયા વગરની અથાગ મહેનત બાદ આ બન્ને મિત્રોએ પોતાની અને રાજકોટ શહેરની સૌપ્રથમ સ્પોર્ટસ કાર બનાવી.

આપને જાણવાની ઉત્સુકતા હશે કે આ કારમાં અન્ય સ્પોર્ટસ કાર કરતાં વિશેષતા શું છે ? તો આપને જણાવીએ કે આ સ્પોર્ટસ કાર સંપૂર્ણ દેશી બનાવટની પરંતુ કોઈપણ આંતરરાષ્ટ્રીય કારને ટક્કર આપે તેવી છે. આ કુલ ૧૪ ફૂટ લાંબી અને ૭ ફુટ પહોંચી છે.

જે અન્ય કારની સરખામણીમાં ઘણી મોટી કહેવાય અને ૧૪૦૦ સીસીનું પેટ્રોલ એન્જીન ધરાવે છે અને પેટ્રોલ એન્જીનમાં પણ અન્ય સ્પોર્ટસ કારની સરખામણીમાં ૧૨ કિલોમીટર પ્રતી એક લીટરની એવરેજ આપે છે.

આ ઉપરાંત આ કાર પાંચ રેગ્યુલર અને એક રિવર્સ સહિત કુલ છ ગિયર ધરાવે છે, વધુમાં આ સ્પોર્ટસ કારના ચારેય વ્હીલ ડિસ્ક બ્રેક ધરાવે છે અને આ કારમાં એસેન્ટ કારનું એન્જીન થોડા ફેરફાર સાથે બેસાડેલ છે અને કારની વધુ વિશેષતામાં તે લેફટ હેન્ડ ડ્રાઈવ ધરાવે છે જે શહેરની સડકો પર ચલાવવું થોડું મુશ્કેલ છે.

આ કારની થોડી વધુ વિશેષતા જાણીએ તો આ કાર બે સાયલેન્સર ધરાવે છે અને હેવી વીન્ડ સ્પોઈલર હોવાને કારણે ફુલ સ્પીડમાં જતી આ કાર રોડને ચોંટીને ચાલે છે અને વધુ પડતો પવન ગાડીની ગતીને અવરોધ આપતો નથી.

આ કારની સૌથી મોટી વિશેષતા કારના જંપર છે જે તેને અન્ય કાર કરતા અલગ પાડે છે. સામાન્ય રીતે કોઈપણ આવી કારમાં ઉભા જંપર હોય છે પરંતુ આ કારમાં જંપર આડા છે જે ગાડી વધુ કમ્ફર્ટ હોવાનો અહેસાસ કરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.