ભરત કામ, મહેંદી, ડાન્સ, હેર કટ, કુકીંગ વગેરે સહિતના ટ્રેનીંગ કલાસનું આયોજન
મહિલા સેવા સમિતિ સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વાણીયાવાડી પટેલ વાડી ખાતે તા. 1-5 થી 13-5 દરમિયાન સમર ટ્રેનીંગ કલાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમય ટ્રેનીંગ કલાસમાં 1ર વર્ગોનો સમાવેશ થાય છે જેમાં ભરતકામ, મહેંદી, ડીઝાઇન, પેઇન્ટીંગ કલાસ, ગુંથણ કામની ટીગ વર્ક, બેકરી આઇટમો, હેરકટ તેમજ હેરને લગતી દરેક ટ્રીટમેન્ટ, રિયલ ફાલવર્સ:, બ્યુટી પાર્લર, દાંડીયા રાસ, ડ્રોઇંગ વર્ગ, કુકીંગ કલાસ તેમજ કરાટે જેવા વર્ગોનો સમાવેશ થાય છે. આ દરેક વર્ગમાં તજજ્ઞ ટયુટરો દ્વારા સેવા આપવામાં આવી રહી છે. સમર ટ્રેનીંગ કલાસના પ્રથમ દિવસે પ00 થી વધુ બહેનોએ રજીસ્ટ્રેશન કરાયું હતું.
‘અબતક’ સાથેની વાતચીતમાં મહીલા સેવા સમીતીના ઉષા અદાણીએ જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી સમર ટ્રેનીંગ કલાસનું આયોજન કરીએ છીએ જેમાં મહિલા કે દિકરીઓ જાતે વર્ક શીખી આત્મનિર્ભર બને તે માટે અમો સમર ટ્રેનીંગ કલાસ ચલાવીએ છીએ જેમાં ભરતકામ, મહેંદી, ડાન્સ, ઉનનું ગુંથણ કામ, હેરકટ ટ્રેનીંગ, રીયલ ફલાવર્સ, બ્યુટી પાર્લર, ડ્રોઇંગ કુકીંગ બાળકો માટે ડાન્સ તથા કરાટે શિખવાડવામાં આવે છે તા. 1 થી 13 મે દરમિયાન સમર કેમ્પમાં તજજ્ઞો દ્વારા ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. કેમ્પના પ્રથમ દિવસે પ00 થી વધુ નાની મોટી બહેનો એ રજીસ્ટ્રેશન કરાયું હતુ. હજુ પણ આગામી દિવસોમાં વધુ બહેનો જોડાશે તેવી અમોને આશા છે.