મુખ્યમંત્રી વિજયભાઇ, દ્વારકાના દંડી સ્વામી, મુજકાના પરમાત્માનંદ સ્વામી સહિત સાધુ-સંતો, અને રાજકીય અને સામાજીક અગ્રણીઓની ઉ૫સ્થિતિમાં ભવ્ય રાજયાભિષેક
રાજકોટ શહેરના રણજીત વિલાસ પેલેસ ખાતે વસંત પંચમીના શુભ દિવસે રાજકોટના ૧૭માં ઠાકોર તરીકે માંધાતાસિંહજી જાડેજાની રાજતિલક વિધિ યોજાઇ હતી.
રાજયાભિષેક અંતર્ગત રાજપરિવાર દ્વારા ત્રિ-દિવસીય યોજાયેલા ઉત્સવ વર્ષમાં તા.ર૯ને મંગળવારના રોજ પ૧ બ્રાહ્મણો દ્વારા ૧૦૦ ઔષધિઓ અને ૩૧ પવિત્ર તીર્થસ્થાનોના જળથી જળાભિષેક અને રાજકોટના રાજચિન્હ પર દિપ પ્રાગટય કરી એક જ દિવસે બબ્બે વર્લ્ડ રેકોર્ડ કરી રાજતિલક વિવિધ અંતર્ગત યોજાયેલા પર્વમાં ત્રણ ત્રણ વર્લ્ડ રેકોર્ડ સર્જાયા હતા.
રાજકોટના ૧૭માં ઠાકોર સાહેબની રાજતિલક અંતર્ગતે તા.ર૮ થી ત્રણ દિવસીય કાર્યક્રમની શૃંખલામાં મહાયજ્ઞ, ૨૧૨૬ દિકરા-દિકરીઓ તલવાર રાજ સર્જી વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો.
તા.ર૯ને બુધવાર મહાયજ્ઞમાં વૈદિક મંત્રોચાર સાથે ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાનો ૧૦૦ થી વધુ ઓષોધિક અને ૩૧ તીર્થસ્થાના પવિત્ર જળથી યજ્ઞના આચાર્ય કૌશિકભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ૫૧ બ્રાહ્મણો દ્વારા જલાભિષેક કરી વર્લ્ડ રેકોર્ડ સર્જો હતો.
જયારે રણજીત વિલાસમાં પ્રાંગણ ખાતે રાજકોટના રાજ ચિન્હ પર ૩૦૦ સમાજના બહેનો દ્વારા ૭ હજાર દિપ પ્રગટાવી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અને દિપ માળામાં નગરજનો ઉમટી પડી અને અભિભૂત થયા હતા.
રાજતિલિક વિધિ પર્વમાં યોજાયેલા કાર્યક્રમની શૃંખલા માં તલવાર રાસ, જળાભિષેક અને દીપ માળાએ વર્લ્ડ રેકોર્ડ સજાર્યો હતો.
રાજકોટના ૧૭માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની બપોરે ૧૨.૧૫ કલાકે અભિજિત મુહુર્તમાં તિલક વિધિ યોજાઇ હતી. રાજકીય પરંપરા અને વૈદિક પરંપરા મુજબ દ્વારીકાના જયોતિમઠના જગદગુરુ શંકરાચાર્ય, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, હિન્દુ ધર્મ આચાર્ય સભાના ક્ધવીનર પરમાત્માનંદ સરસ્વતી સહીતના રાજકીય તથા સામાજીક આગેવાનોની ઉ૫સ્થિતિમાં રાજયાભિષેક સમારોહ યોજાયો હતો. રાજકોટમાં જાણે રાજાશાહી યુગ પરત આવી ગયો હોય તેવો છેલ્લા ત્રણ દિવસથી માહોલ સર્જાયો હતો. રાજકીય પરંપરા મુજબ રાજકોટમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
રાજયાભિષેક વિધિમાં ૧૦૦ થી વધુ ઔષધિઓ અને ૩૧ પવિત્ર નદીઓના જળનો ઉપયોગ કરાયો હતો.
ઉપસ્થિત રહેલા રાજાઓ
કચ્છના રાજા કૃતાર્થસિંહ, જામનગરનાં અર્જુનસિંહ, ડુંગરપુર (રાજસ્થાન)ના હર્ષવર્ધનસિંહ, ખીમસરનાં જીતેન્દ્રસિંહ, સીરોહીથી રઘુવીરસિંહ મૈસુર મહારાજા, બરોડાથી જીતેન્દ્રસિંહ, અલ્વર (રાજસ્થાન)થી જીતેન્દ્રસિંહ ગોંડલથી જયોતિન્દ્રસિંહ નાગોદના ઠાકોર સાહેબ ઝાંસીના ઠાકોર સાહેબ વઢવાણના ચૈતન્યદેવસિંહજી મૂળીના જયેન્દ્રસિંહજી સહિતના રાજા-રજવાડાઓ રાજયાભિષેકમાં ઉપસ્થિત રહ્યા હતા.
જયા પણ રાજધર્મનું પાલન થાય છે ત્યા પ્રજા સુખી છે: દંડી સ્વામી
અબતક સાથેની વાતચીત દરમિયાન દ્વારકાપીઠના ભાવી શંકરાચાર્ય દંડી સ્વામીએ જણાવ્યું હતુ કે આપણા ભારતની પ્રાચીન પરંપરા રહી છે કે રાજાઓનું રાજય હતુ. ત્યારે રાજા પ્રજાનું પાલન ધર્મ અનુસાર કરતા હતા. તે માટે જ તે સમયે રાજાઓનું સન્માન હતુ તેમની પ્રજા તેનું આદર ભાવ સાથે સન્માન કરતા હતા ક્ષત્રીય રાજાઓમાં જેનુંજે કામ છે તે એ કામ કરે તો તેને સફળતા મળતી હતી. જેનું જે કામ નથી તેને વિકલ્પ કહેવાય. તે કરે પણ સફળ થતા નથી તેથી પ્રજાનું પાલન યોગ્ય વ્યકિતના હાથમાં થવું જોઈએ જેનામાં યોગ્યતા શાસન કરવાની હોય તો તેને રાજધર્મ કહે છે. જયાં રાજધર્મ હોય છે ત્યાંની પ્રજા સુખી જ થશે. ત્યારે રાજકોટના ૧૭મા ઠાકોર સાહેબના રાજતીલક પ્રસંગે તેમને આશિષ આપવા ઉપસ્થિત રહ્યા હતા.