અત્યાર સુધીમાં પાંચ વર્ષ પૂર્ણ થયેથી ધો.1 માં પ્રવેશ અપાતો જે નવા નિયમ મુજબ છ વર્ષ પૂર્ણ થયે અપાશે: પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમનો પ્રથમ પાંચ વર્ષના તબકકામાં પાયાના શિક્ષણના ત્રણ વર્ષ અને ધો. 1-ર નો સમાવેશ કરાયો છે.
પાયાના શિક્ષણમાં વાંચન – ગણન અને લેખનની કચાશ વર્ષોથી ચાલી આવે છે તેમાં નવા સત્રથી અમલવારી થતાં સુધારો જોવા મળશે: બાળકોના 4 થી 6 વર્ષનો આ ગાળો અતિ મહત્વનો હોવાી બાળ મનોવિજ્ઞાન ઢબે તેનો વિકાસ જરૂરી: શાળાના શિક્ષકોને આ બાબતે સજજ થવા તાલિમ જરૂરી
આપતાં બંધારણમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે જે હવે નવી શિક્ષણ નીતિની અમલવારીથી તેમાં નવા સત્ર જુન-2023 થી સુધારો જોવા મળશે. અત્યાર સુધી 6 વર્ષ પહેલા બાળકોને વય કક્ષા મુજબ તેના અભ્યાસ માટે જોગવાઇ ન હતી, છતાં વર્ષોથી બાલમંદિરો, પ્લેહાઉસ કે નર્સરી, લોઅર કે.જી. અને હાયર કે.જી. જેવા ત્રણ સ્ટેપનું ચલણ ચાલ્યું આવે છે. સરકારી દાયરામાં કોર્પોરેશન કે જીલ્લા પંચાયત સંચાલિત આંગણવાડીની સીસ્ટમ અમલમાં હતી જેનું સંચાલન ઈંઈઉજ સંભાળે છે. શિક્ષણમાં પ્રિ પ્રાયમરી, પ્રાયમરી, અપર પ્રાયમરી, હાઇસ્કુલને હાયર સેક્ધડી બાદ કોલેજ આ માળખું 1986 થી ચાલ્યું આવે છે. પ્રિપ્રાયમરી માટે પ્રી પીટીસીનો અભ્યાસક્રમ પણ ચાલુ હતો જે આજે બંધ થઇ ગયો છે.
આજના યુગમાં શેરી-ગલીઓ ચાલતા પ્લેટ હાઉસનો રાફડો ફાટયો છે, અમુકે તો તેમાં પ્રગતિ કરીને તેમાંથી સ્કુલ નિર્માણ કરી લીધી છે. ખાલી પ્લેહાઉસ ચાલતા હોય તેવા સંચાલકોએ મંજુરી આપવાની માંગણી પણ કરેલ હતી પણ તે સરકારી દાયરામાં ન આવતા કશુ થયેલ નહી. હવે સરકારી અને ખાનગી શાળામાં નવી શિક્ષણ નીતિના નવા નિયમો મુજબ પ્રારંભિક બાળ અભ્યાસક્રમના પ્રથમ પાંચ વર્ષના તબકકાનું કાર્ય થશે ત્યારે સરકારી શાળાનો ધો. 1 થી 4 શરુ થાય છે. તો તેમાં આ પ્રિ પ્રાયમરી સ્કુલ શરુ કરવી જ પડશે. ખાનગી શાળામાં પોતાને સંખ્યા મળી રહે તેવા લાભ સાથે બાળકોને સાડા ત્રણ વર્ષે પ્રવેશ આપીને નર્સરી, લોઅર કે.જી., હાયર કે.જી. જેવા નામથી ત્રણ વર્ષનો અભ્યાસ કરાવાય છે. જો કે જી.આર. રજીસ્ટરમાં તેમાં નામ ચડાવી શકાતા નથી, કારણ કે ધો. 1 થી સરકારી દાયરામાં પ્રાથમિક શાળા આવે છે.
જુન 2023 થી નવી શિક્ષણ નીતિ લાગુ પડવાની છે ત્યારે આ બાબતે નિયમ આવશે કે તમો બાળકને પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમના પ્રથમ પાંચ વર્ષના તબકકાની સીસ્ટમમાં પ્રવેશ આપશો ત્યારે સાડા ત્રણ કે ચાર વર્ષથી જ તમારે જનરલ રજીસ્ટર (જી.આર.) માં તેનું નામ નોંધવું પડશે. અર્લી ચાઇલ્ડ એજયુકેશન સિસ્ટમ વિદેશોમાં વર્ષોથી ચાલતી હોવાથી ત્યાના બાળકોના વિકાસમાં સારો દેખાવ જોવા મળી રહ્યો છે, આપણે આવી સિસ્ટમ જ ન હોવાથી ધો.1 માં આવે ત્યારે તેને કકડો અને એક થી 100 શીખવવાનું શરુ કરીએ છીએ.
બાળકોને વાંચતા – લખતા અને ગણતા આવડે તે સૌથી અગત્યની બાબત હોવાથી અને ધો. 5 – 6 – 7 નાં બાળકો આજે પણ ગુજરાતી સારી રીતે વાંચી શકતા ન હોવાથી સરકારે તેમાં 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરવા માટે 2027ની ડેડલાઇન આપી છે કે લક્ષ્યાંક રાખ્યો છે. નાના બાળકોનો પાયો જ કાચો રહે તો તે આગળ અભ્યાસ કેવી રીતે તે કરી શકે તે મોટો પક્ષ પ્રશ્ર્ન છે.
પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમમાં પ્રથમ પાંચ વર્ષના ગાળામાં ધોરણ એક – બે ને બાદ કરતાં પ્રથમ ત્રણ વર્ષ હવે આ બુનિયાદી શિક્ષણ માટે નવી શિક્ષણ નીતિમાં રાખેલ છે. બાળકોને આ ગાળા દરમ્યાન લખતા – વાંચતા અને ગણન કરતાં આવડી જાય તો ધો. 1 – 2 માં તકલીફ ઓછી પડે છે. આપણે ત્યાં સરકારી શાળા કરતાં ખાનગી શાળાનું તંત્ર, શિક્ષકો, છાત્રોની સંખ્યા વિશાળ હોવાથી અમલવારીમાં અને મોનીટરીંગમાં ઘણી મુશ્કેલી પડે છે, જ કે સમગ્ર શિક્ષણ અભિયાન (જ જ અ) નાં ર્વોડવાઇઝ સી.આર.સી. સિસ્ટમમાં તેને આવરી લેવાયા હોવાથી હવે તમામ કાર્યો થવા લાગ્યા છે.
બંધારણમાં જોગવાઇ હોવા છતાં હજારો બાળકો શાળામાં પ્રવેશ નથી મેળવતા અને તેના માટે આપણે પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમો કરવા પડે છે. ધો.1 માં પ્રવેશ મેળવ્યા બાદ ધો. 8 સુધી છાત્રો ટકતા ન હોવાથી ડ્રોપ આઉટની સમસ્યા પણ જોવા મળે છે. આના નિવારણ માટે તેનો સર્વે કરીને જ ઝ ઙના વર્ગો ચલાવાય છે. શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવાનો નિયમ હોવા છતાં આજે ઘણી શાળા અંગ્રેજી માઘ્યમની ગુજરાતી શિખડાવતી નથી. અર્લી ચાઇલ્ડ એજયુકેશનનો સૌથી મહત્વ માતૃભાષાના શિક્ષણ સાથે અન્ય ભાષા હિન્દી, અંગ્રેજીનો શ્રવણ- કથનનો મહાવરો કરાવવાથી ધો. 1 – ર બાદ બાળકને આપો આપ આ સપોટીંગ ભાષા આવડી જશે.
આપણાં જુના માળખા 10 + 2 ને બદલે હવે 5+ 3 + 3+4 થી નવી વ્યવસ્થા નવી શિક્ષણ નીતિમાં કરાઇ છે. જેનો અમલ જુન-2023 થી શરુ થવા જઇ રહ્યો છે. શિક્ષણમાં પ્રાથમિક બાળ કાળજી સૌથી અગત્યની છે. હવે પ્લે સ્કુલ કે પ્રિ-સ્કુલ સામેલ કરાશે જે આજે ખાનગી શાળાઓ સુધી મર્યાદીત રહેલ છે. હવેનું શિક્ષણ માળખુ 3 થી 18 વર્ષ રહેશે. પ્રથમ ત્રણ વર્ષ આંગણવાડી, બાળ વાટીકા કે પૂર્વ પ્રાથમિક શાળાના ગણાશે જેનો વય કક્ષા ગાળો 3 થી 6 વર્ષ હશે.
બાળકોને મગનનો 85 ટકા વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થઇ જાય છે. તેના યોગ્ય વિકાસ અને શારીરિક વૃઘ્ધી માટે પણ શરુઆતનાં છ વર્ષ મહત્વનાં છે. આ ગાળામાં મૂળાક્ષરો, ભાષા, સંખ્યા, ગણતરી, રંગ, અટકારો, વિવિધ રમતો, ઉખાણા, ચિત્રકલા, હસ્તકલા, નાટક કે કઠપૂતણી, સંગીતકલા તથા અન્ય પ્રવૃતિ માટે પ્રારંભિક બાળ શિક્ષાના પાંચ વર્ષના તબકકામાં પ્રથમ ત્રણ વર્ષ આ માટે જ હોવાથી તેને ધો. 1 – ર માં તકલીફ પડશે નહીં.
અભ્યાસક્રમમાં આ તબકકાને 0 થી 3 વર્ષના બાળકો માટે અને 3 થી 8 વર્ષના બાળકો માટે જેમાં 3 થી 8 વર્ષ અલી ચાઇલ્ડ એજયુકેશનનો ગાળો ગણાશે. પાંચ વર્ષથી ઓછી વયના તમામ બાળકો પૂર્વ પ્રાથમિક વર્ગ કે બાલવાટીકામાં અભ્યાસ કરશે. આ સિસ્ટમ ધો. 1 પહેલાની રહેશે. આજના યુગમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન સાથે લેખન – વાંચન અને ગણનની તાતી જરુરીયાત હોવાથી હવે આ બાબતે સૌ એ જાગવાની જરુર છે. આપણાં દેશમાં પાંચ કરોડથી વધુ બાળકો આજે પણ મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન ધરાવતાં ન હોવાથી તે લેખન – વાંચન કે ગણન કરી શકતાં નથી.
બાળકોના પ્રારંભિક શિક્ષણ ગાળાનો નવી શિક્ષણ નીતિમાં વિશેષ મહત્વ
શિક્ષણમાં બાળકોનો પ્રારંભથગી પાયો મજબૂત થવો જોઇએ ફાઉન્ડેશન જેટલું સબળ તેટલી જ ઇમારત મજબૂત બને છે અને તેથી જ નવી શિક્ષણ નીતિમાં પ્રારંભિક શિક્ષણને વિશેષ મહત્વ અપાયું છે. સરકાર આ બાબતે વિશેષ કાળજી લેતી હોવાથી આ સિસ્ટમ માટેના શિક્ષકો તૈયાર કરવા એક વર્ષનો ડિપ્લોમાં કોર્ષ શરુ કરશે. પ્રારંભિક ફાઉન્ડેશન કોર્ષમાં પણ વિદ્યાર્થીઓ વાંચન – લેખન અને ગણન કૌશલ્યો મૂળભૂત રીતે સબળ બને એ અનિવાર્ય શરત હશે. આ અભ્યાસક્રમનું વાર્ષિક માળખુ શિક્ષકોને પ્રથમ થી જ આપી દેવાશે અને તે રીતે જ કાર્ય કરવું પડશે. 3 થી 8 વર્ષના તમામ બાળકોને ગુણવત્તા સભર, તમામ ભૌતિક સુવિધા સાથે અદ્યતન ટેકનોલોજીના માઘ્યમથી શ્રેષ્ઠ શિક્ષણ મળશે.