લોકોનું સ્વાસ્થ્ય અને લોકોનો સંતોષ એ જ બેકરીનો મુખ્ય ઉદેશ
ટીજીબી કાફે અને બેકરી રાજકોટમાં ખૂબજ ધૂમ મચાવી રહ્યું છે ત્યારે રાજકોટની જનતા ખાણીપીણીની ખૂબજ શોખીન છે. અને કેક અને બેકરી પ્રોડકટસનું ખૂબજ મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. અને તહેવારો પણ જયારે નજીક આવી રહ્યા છે. ત્યારે કેકનું પણ ખૂબજ મોટુ વેચાણ થશે. જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને રાધા-કૃષ્ણની, બાળ ગોપાળની મટુકી જેવી અનેકવિધ કેક બની રહી છે ત્યારે ટીજીબી બેકરીમાં પણ જન્માષ્ટમીને લઈને કેકમાં ખૂબજ મોટુ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. ગજેમાં ૫૦૦ ગ્રામની કોઈપણ કેક ૨૯૯ રૂપીયામાં ૧ કીલોની કોઈપણ કેક ૫૯૯ રૂપીયામાં ઉપલબ્ધ થશે. ઉપરાંત બ્રેડ, પાઉં અને કુકીઝની પણ વિશાળ રેન્જ ટીજીબી બેકરીમાં ઉપલબ્ધ છે.
જન્માષ્ટમી નિમિત્તે રાજકોટવાસીઓ માટે કેકમાં આકર્ષક ઓફર: હેમાંગ વાછાણી
ક્રિસ્ટલ ફૂડસના પ્રોપ રાઈટર હેમાંગભાઈ વાછાણીએ જણાવ્યું હતુ કે અત્યારના જો ટીજીબી બેકરીની વાત કરવામાં આવે તો અત્યારના બેકરી પ્રોડકટ્સમાં અતિ વિશાળ રેન્જ જેમાં કુકીઝ, કેક, ગીફટ આર્ટીકલ અહી લાઈવ કેકનું કાઉન્ટર રાખવામાં આવ્યું છે. જયાં કસ્ટમરને જેવી કેક જોઈતી હોય તે અમે લાઈવ બનાવી આપીએ છીએ. અત્યારે તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે જન્માષ્ટમી નજીક આવી ગઈ છે. જેમાં સારી સ્કીમ ટીજીબી દ્વારા મૂકવામાં આવી છે. જેમાં તમે કોઈપણ ૫૦૦ ગ્રામની કેક ખરીદશો તો તમને ૨૯૯ રૂપીયામાં ટીજીબી આપશે. અને જો તમે ૧ કિલોની કેક ખરીદશો તો કોઈપણ ફલેવરની કેક ગમે તેટલા ભાવની હોય તો માત્ર ટીજીબી તમને ૫૯૯ રૂપિયામાં આપશે. આ ઓફર માત્ર રાજકોટની જનતા માટે રાખવામાં આવી છે. તેનો મુખ્ય ઉદેશ રાજકોટની જનતા ટીજીબી બેકરીનો ટેસ્ટકેવો છે તે જાણી શકે તે છે.
જન્માષ્ટમીને ધ્યાનમાં રાખક્ષને લાડુ કેક અમે બનાવીએ છીએ જો સીઝનલ કેકની વાત કરીએ ત્યારે મેંગો કેક પણ બનાવી આપીએ છીએ દરેક સીઝનની અલગ અલગ વેરાયટી બનાવીએ છીએ કેક હંમેશા બે પ્રકારની બનાવવામા આવે છે. જેમાં એક ક્રીમવાળી કેક અને બીજી ક્રીમલેસ કેક બનાવાય છે. જેમાં ક્રીમવાળી કેકનું આયુષ્ય ૨ થી ૩ દિવસનું હોય છે. ક્રીમલેસ કેક એટલે કે ચોકલેટની મદદથી બનાવેલી કેકનું આયુષ્ય વધારે હોય છે. એટલે વધારે સમય સુધી રાખી તેને ખાઈ શકાય છે. ટીજીબીમાં બેકરી આઈટમની જો વાત કરીએ તો પાવ, બ્રેડ અને બ્રેડમાં પણ અલગ અલગ વેરાયટી જેવી કે મલ્ટીગ્રેન, વીટ બ્રેડ, ચીઝ બ્રેડ અને હજુ ઘણી બધી પ્રકારની બ્રેડ ઉપલબ્ધ છે. અત્યારના લોકો ખૂબજ હેલ્થ કોન્શિયસ બની ગયા છે. ત્યારે મલ્ટીગ્રેન બ્રેડનું વેચાણ ખૂબજ થઈ રહ્યું છે. કુકીઝમાં પણ ૧૫ જેટલી વેરાયટીઓ છે. જેમાં સાદા કુકીઝ, પ્રીમીયમ કુકીઝ અને કોઈને ગીફટ કરવા હોયત ગીફટ પેકીંગમાં પણ કુકીઝ રાખીએ છીએ. જેમાં ચોકલેટ બેઈઝ, વેનિલા બેઈઝ અને જામ બેઈઝ પણ છે. અત્યારના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ છે. ત્યારે અમે ખૂબજ ચોખ્ખાઈ રાખીએ છીએ. જેમકે જયારે કેક બનતી હોય ત્યારે કસ્ટમર લાઈવ જોઈ શકે તે માટે લાઈવ કેકનું ડિસ્પ્લે પણ રાખ્યું છે. ઉપરાંત જયારે કેક બનતી હોય ત્યારે હાથમા ગ્લોઝ પહેરીને જ બનાવવામાં આવે છે. જેથી જમ્સ પણ ન લાગે. અને કસ્ટમરની પ્રીમાઈઝીસને ધ્યાનમાં રાખીને અમે કસ્ટમર જે રીતે ટેસ્ટ માંગે છે. તે રીતે ડેપલોપ કરી આપીએ છીએ. ડિઝાઈનમાં કોઈ કસ્ટમરને અલગ જોઈતું હોય તો તે બનાવી આપીએ છીએ અમારો મુખ્ય ઉદેશ ગ્રાહકનું સેટીસ્ફેકશન છે. અને ગ્રાહક હંમેશા અમારાથી ખૂશ રહે તેવા પ્રયત્નો અમે કરીએ છીએ.