કેમિકલના ટાંકામાં છુપાવ્યો હતો વિદેશી દારૂ: રૂ.૧૭.૨૫ લાખનો મુદામાલ જપ્ત
લખતર પોલીસના પેટ્રોલિંગમાં હતા ત્યારે સદાદ ગામે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે મોઢવાણા ગામના રહીશ સહદેવસિંહ વિક્રમસિંહ ઝાલા દ્વારા પર પ્રાંત માંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને હાલ તેઓ રાજસન પાસિંગ ના ટેન્કર ન. RJ- GB-૪૫૬૮ માં આવેલ હોય તેઓ પોતાનું સ્પેલન્ડર ન.GJ.13.AG ૧૫૭૮ ઉપર અંકેવાળિયા ગામ તરફ ગયેલ છે આી લખતર પોલીસ
હાલમાં પોલીસ દ્વારા દારૂ જુગાર ની બદી ડામી દેવા કડક ચેકીંગ હાથ ધરાયુ હોય ત્યારે બુટલેગરો દ્વારા પર પ્રાંત માંથી ગુજરાત માં દારૂ ઘુસાડવા જુદીજુદી મોડ્સ ઓપરેન્ડી અજમાવતા હોય છે ત્યારે લખતર પોલીસ સ્ટાફ અંકેવાળિયા ગામ તરફ જતા મોઢવાણા ગામ થી ત્રણેક કિલોમીટર દૂર જમણી બાજુ ખેતરમાં જતા કાચા ઢાળ પાસે ટેન્કર અને સ્પેન્ડર જોતા ગાડી માંથી ચેકીંગ હાથ ધરતા કેમિકલના ટેન્કર માં નીચેની સાઈડ માં ટેન્કર માં જવાય તે રીતે બારણું બનાવીને ટેન્કર માં દારૂનો જથ્થી છુપાવી રાખ્યો હતો.
તેમાં જઈ તપાસ કરતા પર પ્રાંતીય કેસીનોસ પ્રાઇડ ૨૫૦ પેટી ૩૦૦૦ નંગ કિંમત રૂપિયા ૧૨.૦૦.૦૦૦ ટેન્કર કિંમત રૂ.૫.૦૦.૦૦૦ એક સ્પેન્ડર કિંમત રૂ.૨૫.૦૦૦ એક મોબાઈલ કિંમત રૂ. ૫૦૦ સહિત નો ટોટલ ૧૭.૨૫.૫૦૦ નો મુદ્દામાલ ઝડપી સદેવસિંહ વિક્રમસિંહ ઝાલા તા અજાણ્યા ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ લખતર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.ઇસરાની ચલાવી રહ્યા છે.