ઇરાનીએ ફક્ત૧૦ મિનિટ ફાળવતા કાપડ વેપારીઓ અને ઉદ્યોગકારો નિરાશ

સુરત આવેલા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ટેક્સટાઇલ ઉદ્યોગકારોના પ્રશ્નો સાંભળવા ફક્ત ૧૦ મિનિટનો સમય ફાળવતાં ટેક્સટાઇલ એસોસિએશનોમાં નારાજગી ફેલાઈ હતી. જીએસટીના મુદ્દે લડત ચલાવી રહેલા કાપડ વેપારીઓ-ઉદ્યોગકારોને તેમજ વિવર્સ અગ્રણીઓને ટૂંકી મુલાકાત આપી હતી. વિવર્સ અગ્રણીઓ આઇટીસી રીફંડ તથા ઓપનિંગ સ્ટોકની ક્રેડિટની લઇને ક્રેડિટ ટ્રાન્સફર ડોક્યુમેન્ટની રજૂઆત કરવા આવ્યા હતાં. જોકે, તેમને પણ ક્ધઝ્યુમરને પડતા કાપડની કિંમત સાથેના ડેટા દિલ્હી લઇ આવવાનું કહીને રવાના કરી દીધા હતા.

મંત્રીજીના આવા પ્રતિભાવને પગલે ટેક્સટાઇલ સેક્ટરના ઉદ્યોગકારો નિરાશ થયા હતા.આ ઉપરાંત સાઉથ ગુજરાતના ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ચેમ્બરના પ્રતિનિધિઓને સમય ફાળવવામાં આવ્યો ન હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની આજે શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા. ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભાજપ આયોજિત સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. જેમાં નવા ભારતનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે સ્મૃતિ ઈરાની સ્કૂટર લઈને જોડાયાં હતાં. તિરંગા યાત્રા બાદ સ્મૃતિ ઈરાનીએ દલિત પરિવાર સાથે ભોજન પણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.