કાપડ પર જીએસટી 5 ટકા રહે તે માટે કેન્દ્રીય નાણાંમંત્રીને રજૂઆત કરાશે: સી.આર.પાટીલ

ટેકસટાઇલના મંત્રાલય દ્વારા ગુજરાતમાં ટેકસટાઇલ પાર્ક બનાવવાનું આયોજન થઇ રહ્યું છે: પાટીલ

સુરતના સરસાણા ખાતે પ્રિ-વાઇબ્રન્ટ વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલ કાર્યક્રમ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વેપાર ઉદ્યોગ રોકાણકારો ગુજરાતની વિશ્વ ઓળખ બની ગયેલ વાઇબ્રન્ટ સમિટ  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરીને કારણે ઉત્તરોતર સફળ થઇ રહી છે. આગામી 10 જાન્યુઆરી 2022થી વાઇબ્રન્ટ સમીટની 10મી એડિશન શરૂ થશે અને આ વર્ષની વાઇબ્રન્ટ સમિટ આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતની થીમ સાથે યોજાશે. ટેક્સટાઇલમાં વિવિંગ એટલે વણાટ અને ટેક્સાટાઇલ એટલે કાપડ આ બંને બાબત ગુજરાત માટે વર્ષોથી આત્મનિર્ભર ભારતનું આગવુ ઉદાહરણ છે. સુરત ટેક્સટાઇલ ક્ષેત્રે લાખો પરિવારને રોજી રોટી આપે છે.

આત્મનિર્ભર ગુજરાતથી લઇ આત્મનિર્ભર ભારતનું સપનુ સાકાર કરવામાં કાપડ એ મહત્વનું પાસુ છે. હવે સમય બદલાયો છે સુરતના કાપડથી વિશ્વની બજારો ભરાય છે. કાપડના માર્કેટિંગ માટે નવી નીતી પણ બનાવવી પડશે. કોવિડ મહામારીને કારણે ઘણા પડકારો ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગોમાં આવ્યા. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ભારતને વૈશ્વીક ટેક્સટાઇલ હબ બનાવવા વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે.

આજનો આ કાર્યક્રમ કાપડ ઉદ્યોગને વિકાસના નવા સિમાચિન્હો અને લક્ષ્યાંકો નિર્ધાર કરવામાં મદદ મળશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત વ્યક્તિ આધારીત નહી પણ પોલીસી ગીવન રાજય બન્યું છે.આ કાર્યક્રમને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલર જણાવ્યું કે, કાપડ ઇન્ડસ્ટ્રીમાં જો મહિલાઓની મૌલીકતાનો ઉપયોગ કરવામાં આવે તો વધુ સારી ડિઝાઇન અને કામ થઇ શકે તેમ છે. સુરતના લોકોની મૌલીકતા, સાહસવૃતિ તેના કારણે સુરતમાં સારી રીતે વિકસિત થયો છે.

પાટીલ  કાપડ પર જીએસટી બાબતે જણાવ્યું કે, અમુક કાપડ પર જીએસટી 5% ટકાથી 12% થવાની શકયતા છે તેને લઇ આંદોલન કરવાનો કેટલાક લોકો પ્રયત્ન કરે છે. તેની પાછળ કેટલાક લોકો રાજકીય રીતે જોઇ રહ્યા છે. પરંતુ આ મુદ્દે નાણામંત્રીને પણ જણાવ્યું હતું કે કાપડ પર જીએસટી 5% હોવું જોઇએ કેમ કે જીએસટી વધારવાથી પ્રોડકશનને અસર કરશે, રોજગારી પર અસર કરશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.