ઓન્લી રીલાન્યસથી “જીઓ જી ભર કર કે !!!
રિલાયન્સના સામ્રાજ્યના સ્થાપક ધીરૂભાઇએ વન પ્રવેશે મુકેશ અંબાણીને તેમની ૨૪ વર્ષની ઉંમરે રિલાયન્સનાં નવા સાહસ પોલિયેસ્ટર ફીલામેન્ટ યાર્નનાં વહિવટ માટે ગાદી સોંપી હતી. આ અગાઉ વિમલ બ્રાન્ડ સાથે ટેક્ષ્ટાઇલ માર્કેટને તેમણે નવી દિશા આપી હતી…! વિમલમાંથી રિલાયન્સ અને કાપડમાંથી પેટ્રોકેમિકલના આ ચેન્જ ઓવરમાં પેઢી પણ બદલાઇ હતી. હવે ફરી એકવાર પેઢી બદલાઇ રહી છે.
મુકેશ અંબાણી ૧૯ મી એપ્રિલે ૬૨ વર્ષના થયા અને આકાશ અંબાણી હવે ૨૭વર્ષનાથયા..! હવે બ્રાન્ડ રિલાયન્સનું ચેન્જ ઓવર ઉંઈંઘ સાથે થઇ રહયું છે. સાથે જ મુકેશ ભાઇ હવે પેટ્રોકેમિકલનાં કારોબારમાં પોતાનો હિસ્સો ઘટાડી સાઉદીના પ્રિન્સની માલિકીની અરામ્કો કંપનીને વેચવાની વેતરણમાં હોવાના સમાચાર આવ્યા છે. કાપડમાંથી ક્રુડ અને ક્રુડ માંથી કોમ્યુનિકેશન ..! ઇતિહાસ ગવાહ છે કે અંબાણી જે કોઇ ધંધો કરે તેમાં નફો જ કરતા હોય છે અને એ સેક્ટરના બીજા હરિફો હાંફી જતા હોય છે! પછી તે એસ્સાર હોય, કે વોડા ફોન-આઇડ્યિા..! સવાલ એ છે કે આમ થવાનું કારણ શું?
કદાચ છેલ્લા પાંચ વર્ષથી મુકેશ અંબાણીએ ઇીતશક્ષયતત ઉશદયતિશરશભફશિંજ્ઞક્ષ માટે નિર્ણય કરી લીધો હશે અને આકાશને આગળ કરાયા હશે. ઉંઈંઘ નાં લોન્ચિંગ વખતે વિદેશમા નવા સાહસ કરવા કરતાં દેશમાં નવા સાહસ કરવાનું પસંદ કરવાની જાહેરાત કરતું મુકેશ અંબાણીનું નિવેદન..! મુકેશ અંબાણીનું ઉંઈંઘ પાછળ ૧૫ અબજ ડોલરનુ આંધણ! ઇજગક જેવી સરકારી કંપની હોવા છતાં ઉંઈંઘ ની જાહેરાતમાં નરેન્દ્ર મોદીની તસ્વીર..!૧૯૮૦ ની સાલમાં પણ જ્યારે ઇન્દીરા ગાંધીની સરકારે માત્ર ધીરૂભાઇને ફીલામેન્ટ યાર્નનું લાયસન્સ આપ્યું ત્યારે ટાટા, બિરલા જેવી ૪૩ કંપનીઓ સ્પર્ધામાં હતી! વિદૈશમાં આંધણ કરવાને બદલે આપણા દેશમાં કરવાથી શું લાભ થાય તે ધીરૂભાઇ મુકેશભાઇને શિખવાડી ગયા છે.. આ જ વાત કદાચ મુકેશભાઇ હવે આકાશભાઇને શિખવાડશે ..!
હવે આંકડા જોઇએ. રિલાયન્સ જીઓ શરૂ થયાને માત્ર સવા વર્ષમાં ૫૦૪ કરોડ રૂપિયાનો નફો કરતી કંપની થઇ ગઇ. સામા પક્ષે એક વર્ષ પહેલા વોડાફોન અને આઇડ્યિાને સાથ મળીને લડવા માટે ફરજ પડી અને છતાં બેલેન્સીટ નબળી થઇ. એક વર્ષ પહેલા વોડાફોન-આઇડ્યિાના શેરનો ભાવ ૭૨ રૂપિયા હતો તે ગત સપ્તાહે ૨૦ રૂપિયાથી નીચે ચાલ્યો ગયો હતો. શેર બજારના વિશ્લેષકો હાલમાં એવી ગણતરી મુકી રહ્યા છે કે વોડાફોન-આઇડ્યિાનાં આ વર્ષનાં ફાઇનાશ્યલ રિઝલ્ટમાં ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધારેની અને ભારતી એરટેલની બેલેન્શીટમાં ૭૫૦ કરોડ રૂપિયાથી વધારેની રેવન્યુ ખાધ દેખાશે. શું આને પોલિટિકલ મેનજમેન્ટ માનવું? શું ભારતમાં પોલિટિકલ મેનેજમેન્ટ એ બિઝનેસ મેનેજમેન્ટનો એક ભાગ ગણવો?
એમ તો ઉંઈંઘ ની બેલેન્શીટમાં પણ જ્યારે હેન્ડસેટની સબ્સીડી જોડવામાં આવે ત્યારે ૧૫૦૦૦ કરોડ રૂપિયાનું કાળું ધાબું દેખાય તેમ છે. આમ છતાં વિશ્લેષકો કહે છે કે અંબાણીઓ એકાદ વર્ષમાં આ બધો ખાડો પુરી દેશે. પછી ઈંઙઘ આવે, સબ્સીડી ઓછી થાય કે સરકારી ટેક્ષ માફી મળે પણ કંપની ખાડામાંથી બહાર આવી જશે.કદાચ સાઉદીના શેખની સરકારી માલિકીની વિશ્વની સૌથી વધારે ક્રુડતેલ એક્સપોર્ટ કરતી કંપની અરામ્કોને હાયર વેલ્યુએશનના શેર આપીને પણ આ નફો મળી શકે છે.જો આ સોદો થાય તો તેને વિશ્વનાં ત્રીજા ક્રમે ક્રુડતેલના વપરાશકાર દેશમાં કારોબારની એન્ટ્રી મળી શકે છે. જો અરામ્કો રિલાયન્સમા ૨૫ ટકા હિસ્સો ખરીદીને હાલમાં ૧૦ થી ૧૫ અબજ ડોલરનું રોકાણ કરે તો અરામ્કોને આગામી ૨૦ વર્ષ સુધીનું ભારતનું રિટેલ માર્કેટ મળે ઉપરાંત ભારતમાં રિફાઇન્ડ થયેલું ક્રૂડતેલ યુરોપ તથા અમેરિકામાં નિકાસ કરવાની તક પણ મળે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલની રિલાયન્સની ૮.૫ લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ સામે ૪.૨૫ લાખ કરોડ રૂપિયાની આવક તો માત્ર રિફાયનિંગ અને પેટ્રોકેમિકલના બિઝનેસમાંથી જ આવે છે. કુલ ૩૨૫.૧૫ કરોડ શેરોમાંથી આ્રે ૧૪૬ કરોડ શેર અંબાણી પરિવાર સાથે છે. જે આશરે ૪૬ ટકાથી વધારે થાય છે. આમાંથી જે હિસ્સો વેચાય તેના નાણા ઉંઈંઘ માં વપરાય તેને જ કહેવાય ઇીતશક્ષયતત ઉશદયતિશરશભફશિંજ્ઞક્ષ..! વળી જરૂર પડ્યે સાઉદીની સરકાર ટેક્ષ માફી તો આપી જ શકે છે ને .. જેમ અનિલ અંબાણીને રાફેલ સોદામાં ફ્રાન્સ સરકાર આપી શકે તેમ..! આ બિઝનેસ ગેમ બધાને નફાવે, પણ આપણા દેશમાં તો જેને આ ગેમ ફાવે તે અંતમાં બિઝનેસમાં ફાવે..!