લખતર ગામમાં સુવિધા વધે અને લખતરના વિદ્યાર્થીઓને ટેકનીકલ જ્ઞાન માટે સુરેન્દ્રનગરના જવુ પડે તે માટે થઈ સરકાર
દ્વારા લખતર મામલતદાર કચેરી પાછળ રૂ.૪,૧૧,૫૯,૭૯૧ના ખર્ચે બિલ્ડીંગ બનાવવાનું ચાલુ કર્યું છે. પરંતુ ભારતમાં અધિકારીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા ગમે તેમ કરી રૂપિયાવાળા થઈ જવાની લ્હાયમાં લોટ, પાણી અને લાકડાનો ઘાટ સર્જતા હોય છે ત્યારે લખતરમાં બની રહેલ આઈ.ટી.આઈના બિલ્ડીંગમાં જ મસમોટો ભ્રષ્ટાચાર છે. એસટીમેન્ટ પ્રમાણે પાયા પછી પ્લીન્થ સુધી રેતી ભરવાની હોય છે ત્યાં પાયાની ખારી માટી પુરણીમાં પુરી દીધી છે. જો કોઈ સંનિષ્ઠ અધિકારી દ્વારા આ અંગે તપાસ કરાય તો દુધનું દુધ અને પાણીનું પાણી થાય તેમ છે. આ બની રહેલ બિલ્ડીંગ બહાર સરકારી તંત્ર દ્વારા બોર્ડ પણ
મારેલું છે કે, આ કામમાં અનિયમિતતા દેખાય તો સંબંધિત અધિક્ષકમાં અને તેમની સાઠગાઠ હોય તેમ પોતાની મરજી મુજબ કામગીરી કરેલ છે. ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી યોગ્ય કામગીરી બજાવે તેવી લોકમાંગ ઉઠી છે.