બંને પરિવારના સભ્યો એકબીજા પર ધારીયા, લાકડી અને સોરીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા
લખતર તાલુકાના લીલાપુર-ઈંગરોડી ગામ વચ્ચે આવેલી ગોબર તળાવડી નજીક મંગળવારે ગાળો બોલવાની ના પાડતા બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી
છે. જેમાં તીક્ષ્ણ હથિયારોથી એકબીજા પર તૂટી પડતા બંને પક્ષે કુલ આઠ લોકોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લખતર તાલુકાના લીલાપુર – ઇંગરોડી ગામ વચ્ચે આવેલા ગોબર તળાવડી પાસે ગાળો બોલવા જેવું નજીવી બાબતે બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી. મામલો બિચકતા બંને પરિવારના સભ્યો એકબીજા પર ધારિયા, લાકડી અને સોરિયા જેવા હથિયારો વડે તૂટી પડ્યા હતા.
સામસામે થયેલી બઘડાટીમાં બંને પરિવારમાંથી કુલ આઠ લોકોને ઈજાઓ પહોંચી હતી. મારામારીમાં ઘવાયેલા આઠેય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે જાણ થતાં પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને સામસામે ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી છે.