મવડી, રૈયા અને નાના મવા વિસ્તારમાં સોનાની લગડી જેવા કોમર્શીયલ હેતુ માટેના પ્લોટની આવતા મહિને કરાશે જાહેર હરરાજી: બજેટમાં જમીન વેંચાણનો ૮૦ કરોડનો ટાર્ગેટ: છેલ્લા ૩ વર્ષી ટીપી શાખા દ્વારા જમીન વેંચાઈ નથી
ચાલુ સાલ ટેકસ બ્રાન્ચને આપવામાં આવેલા રૂા.૨૬૦ કરોડના લક્ષ્યાંક સામે ૯ માસમાં માંડ ૧૫૦ કરોડની આવક વા પામી છે. ટેકસની આવકમાં પડેલુ ગાબડુ પુરવા અને બજેટમાં આંકડાઓનો ટાંગામેળ કરવા માટે કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં કરોડો રૂપિયાની જમીન વેંચવામાં આવશે. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા ટીપી શાખા પાસે કોમર્શીયલ હેતુ માટે અનામત રાખવામાં આવેલા પ્લોટની વિગતો મંગાવવામાં આવી છે. સંભવત: ફેબ્રુઆરી માસમાં જમીન વેંચાણ માટે જાહેર હરરાજીની પ્રક્રિયા હા ધરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
આ અંગે ટીપી શાખાના સુત્રો પાસેી પ્રાપ્ત થતી વિગત મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં બજેટમાં જમીન વેંચાણનો રૂા.૮૦ કરોડનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જેની સામે આ વર્ષે મોરબી રોડ પર એચપીસીએલ કંપનીને રૂા.૯.૫૦ કરોડની જમીન વેંચવામાં આવી છે. દર વર્ષે બજેટમાં જમીન વેંચાણનો ટાર્ગેટ રાખવામાં આવે છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષી ટીપી શાખા દ્વારા જમીનનું વેંચાણ કરવામાં આવતું નથી. માત્ર સરકારી એજન્સીઓ કે કંપનીને જ જમીન બજાર ભાવ મુજબ વેંચવામાં આવે છે. આ વર્ષે ટેકસ બ્રાન્ચને ૨૬૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેની સામે આજ સુધીમાં માત્ર ૧૫૦ કરોડની વસુલાત થવા પામી છે. નાણાકીય વર્ષ પૂરું વાના આડે હવે ૮૪ દિવસ બાકી રહ્યાં છે અને ટાર્ગેટ પૂરો કરવા રોજ રૂા.૧.૩૫ કરોડની વસુલાત ફરજીયાત બની જવા પામી છે. જે કોઈ કાળે શકયની. રિવાઈઝડ બજેટમાં ટેકસનો ટાર્ગેટ પણ ઘટાડવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ વર્ષે ટેકસની આવકમાંથી પગાર ખર્ચ પણ નીકળે તેમ ની. પડયા પર પાટુ લાગી રહ્યું હોય તેમ ટેકસની આવકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
ટેકસની આવકનું ગાબડુ પુરવા અને આર્થિક સ્થિતિ જાળવી રાખવા માટે આ વર્ષે જમીન વેંચવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષમાં જમીન વેંચાણનો રૂા.૮૦ કરોડનો ટાર્ગેટ છે. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા ટીપી શાખા પાસે જમીન વેંચાણ માટે કોમર્શીયલ હેતુના અનામત પ્લોટની વિગતો પણ મંગાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ મહાપાલિકા પાસે વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં કોમર્શીયલ હેતુના પ્લોટ ઉપલબ્ધ છે. ઈસ્ટ ઝોનમાં જોઈએ તેટલા ભાવ મળે તેમ ની. આવામાં રૈયા, મવડી કે નાના મવામાં જમીન વેંચવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ટૂંક સમયમાં ક્યાં વિસ્તારમાં જમીનનું વેંચાણ કરવું તે ફાઈનલ કરી લેવામાં આવશે અને ફેબ્રુઆરી માસમાં જમીન વેંચાણ જાહેર હરરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રાજીવ આવાસ યોજનાના શોપીંગ સેન્ટરની ૨૩ દુકાનોની કાલે હરરાજી
મહાપાલિકા દ્વારા શહેરના સંતકબીર રોડ પર ગોકુલનગર પાસે રાજીવ આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૨૩ દુકાનો પણ બનાવવામાં આવી છે. આ દુકાનો વેંચાણી આપવા માટે આવતીકાલે સવારે ૯:૦૦ કલાકી સ્ળ પર જ જાહેર હરરાજી હાથ ધરવામાં આવશે. ૨૩ દુકાનોની સાઈઝ ૧૪.૮૮ ચો.મી.થી લઈ ૧૫.૬૬ ચો.મી.ની છે અને અપસેટ કિંમત રૂા.૧૧.૯૦ લાખી લઈ ૧૨.૫૦ લાખ સુધીની નિયત કરવામાં આવી છે. હરરાજીમાં ભાગ લેવા ઈચ્છતા વ્યક્તિએ સમયસર સ્થળ પર હાજર રહેવું પડશે અને સ્થળ પર ૧ લાખ રૂપિયા રોકડા અવા રાજકોટ મહાનગરપાલિકાના નામનો ડિમાન્ડ ડ્રાફટ ડિપોઝીટ પેટે ભરવાનો રહેશે. સૌથી ઉંચી બોલી લગાવનારને દુકાનનું વેંચાણ કરવામાં આવશે.