ત્રણેય રાજયોની વિધાનસભા ચૂંટણી લોકસભાના થોડા સમય પહેલા જ હોવાથી ભાજપનું નાક દબાવવા પ્રયાસ

૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલા નીતિશકુમારના તેવર તિખા જોવા મળે છે. ભાજપ લોકસભામાં નીતિશનો સાથ ઈચ્છે છે પરંતુ નીતિશ ટસનામસ થવા તૈયાર નથી. અધુરામાં પૂરું નીતિશકુમારે રાજસન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે મોરચો માંડવાની તૈયારી કરી છે.

આ ત્રણેય રાજયોમાં જેડીયુની તાકાત મહદઅંશે વધુ છે. પરિણામે ભાજપને નુકસાન થઈ શકે છે. મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપ ચોી વખત સત્તા ઈચ્છી રહી છે. વિધાનસભાની ચૂંટણી લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા જ થવાની છે. અગાઉ લોકસભાની ચૂંટણીમાં નીતિશ ભાજપ પાસે ‘વ્યાજબી’ બેઠક માંગી ચૂકયો છે.

પરંતુ ભાજપે યોગ્ય ઉત્તર ન આપતા હવે ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે ઉભા રહી ભાજપનું નાક દબાવવા માંગ છે. આ મામલે જેડીયુના સેક્રેટરી કે સી ત્યાગીએ કહ્યું હતું કે, સમાજ સેવાના મુદ્દે મુલાયમસિંઘ યાદવ અને લાલુપ્રસાદ યાદવે પુરી લાકાત લગાવ્યા બાદ હવે નીતિશકુમાર પણ આ મુદ્દે લોકચાહના મેળવવા તખ્તો તૈયાર કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.