અધૂરી વિગતોને કારણે ચોટીલા, થાનના ૩૭ જેટલા ટેસ્ટીંગ ફોર્મ અમદાવાદ, રાજકોટથી પરત મોકલાયા
બે દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા અને થાન માં કોરોના ના લક્ષણો જણાતા લોકોના ટેસ્ટ માટે નમુનાઓ લેવામાં આવ્યા હતા ત્યારે આ નમૂના માંથી અમુકના અમદાવાદ લેબમાં કોરોના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા અને અમુક નમૂના રાજકોટ લેબમાં કોરોના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા ત્યારે આ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલ નમૂના મા અધૂરા અને અધૂરી વિગત હોવાના કારણે ૩૭ જેટલા ટેસ્ટિંગ ના નમુના પરત મોકલવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અધૂરી વિગત ના કારણે જિલ્લામાં ચોટીલા અને થાન વિસ્તારના ૩૭ નમુના પાછા આવતા ફરી ટેસ્ટિંગ ની કામગીરી હાથ ધરી વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી ફરી ટેસ્ટિંગ કરવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે ત્યારે વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં આવા લોકો અનેક લોકોના સંપર્કમાં આવશે જેના કારણે જિલ્લામાં કોરોના સંક્રમણ સતત ફેલતો રહેશે.
ત્યારે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગનો અને ખાસ કરી એ તે દવાખાના સ્ટાફનો બેદરકારી ભર્યો કિસ્સો સામે આવવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જો આવી રીતે આવા બનાવ બનતા રહેતા હોય જિલ્લામાં આગામી સમયમાં કોરોના સંક્રમણ વધુ ભયજનક સપાટીએ ફેલાતો રહેશે અને અનેક લોકોની જિંદગી મોત માં હોમાશે..
- આરોગ્ય અધિકારીનું મૌન, ફોન પણ ઉપાડ્યો નહિં
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીને આ બાબત ની પુરતી વિગતો મેળવવા ટેલિફોનિક વાતચીત કરવા જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી ને ફોન લગાવવામાં આવ્યો હતો ત્યારે આ ફોન આરોગ્ય અધિકારી દ્વારા અનેક પ્રયાસો બાદ પણ ઉપાડવામાં આવ્યો ન હતો ત્યારે અવારનવાર આવી કોરોના ની મહામારી વચ્ચે અનેક જાણકારીઓ માટે આરોગ્ય અધિકારી ને ફોન કરવામાં આવતો હોવા છતાં પણ અવાર નવાર આ ફોન રિસિવ કરવામાં નથી આવી રહ્યો.
જેના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના નાકેસોની પુરતી વિગતો બહાર આવતી નથી અને ખાસ કરી અન્ય વિગતો પણ કોરોના ને લગતી બાબત આરોગ્ય અધિકારીને રૂબરૂમાં પૂછવામાં આવે તો આરોગ્ય અધિકારી કોઈપણ જાતની વિગતો કોરોના બાબતની આપી રહ્યા નથી અને પોતે મોન સેવી રહા છે.