9 રાજકોટ, 4 અન્ય શહેરોના, તમામ હોમ આઈસોલેટેડ સારવારમાં
હરિદ્વાર કુંભમેળામાંથી રાજકોટ આવતા મુસાફરોના સ્વાસ્થ્યની કાળજી લેતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ જંકશન ખાતે ઉતારતા મુસાફરોનું એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ આયોજન કરવામાં આવ્યું હતું.
મુસાફરોના સ્ક્રીનિંગ અને એન્ટીજન ટેસ્ટ રાજકોટ મહાનગરપાલિકા તરફથી કરી આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજે સવારે 08:15 કલાકે દહેરાદુન – ઓખા (ઉતરાંચલ એક્ષપ્રેસ) ટ્રેન રાજકોટ જંકશન ખાતે આગમન થયું હતું અને જેમાંથી 147 મુસાફરો રાજકોટ જંકશન ખાતે ઉતર્યા હતા અને મનપાની આરોગ્ય શાખાની પાંચ ટીમ દ્વારા તમામ મુસાફરોનું એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપકરવામાં આવેલ જેમાંથી 13 મુસાફરોને કોરોના પોઝિટિવ નોંધાયો હતો જે પૈકી 9 મુસાફરો રાજકોટ શહેરના અને 4 મુસાફરો અન્ય શહેરના છે અને તેમને હોમ આઇસોલેશન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.
રાજકોટ જંકશન ખાતે આવેલ ટ્રેનમાંથી ઉતારતા મુસાફરોનું ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જે મુસાફરો કોરોના પોઝિટિવ આવેલ છે તેમણે હોમ આઇસોલેશન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે અને મનપા દ્વારા તેમને સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.