- 1992માં સ્થપાયેલી સંસ્થા દ્વારા તમામ પ્રકારની ટેસ્ટીંગ સુવિધા 50 ટકા જેટલી રાહતદરથી કરવામાં આવે છે
- દરરોજના 500થી વધુ દર્દીઓ વિવિધ તપાસનો લાભ લે છે: દેશમાં કે રાજ્યમાં પ્રથમ એવા અદ્યતન મશીનો દર્દીની સેવા – સારવારમાં ઉપલબ્ધ
- મહિલાઓમાં થતાં બ્રેસ્ટ કેન્સર માટેના ટેસ્ટ મેમોગ્રાફીની સુવિધાથી વહેલું નિદાન થતાં કેન્સરની રોકધામ માટે અનેરો સેવા પ્રોજેક્ટ
1992માં સ્થપાયેલ અને છેલ્લા 33 વર્ષથી દર્દીઓના વિવિધ રોગોમાં થતી વિવિધ તપાસ માટેનો પ્રોજેક્ટ ચલાવતી આર.બી.કોઠારી પોલિડાયગ્નોસ્ટિક સેન્ટર હોસ્પિટલમાં એવરેજ 500થી વધુ દર્દીઓ લાભ લઇ રહ્યા છે. સેવા એજ પરમોધર્મના હેતુથી ચલાવાતા આ પ્રોજેક્ટમાં ટ્રસ્ટી રમણિકભાઇ જસાણી અને નિરંજનભાઇ દોશી સંભાળી રહ્યા છે. સેન્ટર સવારે 8 થી સાંજના 7-30 વાગ્યા સુધી ચાલુ રહે છે અને એમ.આર.આઇ. ટેસ્ટની સુવિધા રાત્રીના 7:30 થી 11 વાગ્યા સુધી ચાલુ રહે છે. આ સેન્ટર રાષ્ટ્રીય શાળાના કેમ્પસમાં આવેલા છે.
લોહી-પેશાબ-ઝાડા-સીટી સ્કેન-એમ.આર.આઇ.-એક્સ રે-દાંતના એક્સ રે-મેમોગ્રાફી-સોનોગ્રાફી-પેથોલોજીસ્ટ લેબોરેટરી તપાસ-ઇસીજી-ટુડી ઇકો અલ્ટ્રા સાઉન્ડ જેવી વિવિધ તપાસ રાહત દરે અહીં નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે છે. બ્લડ સુગર અને વિવિધ તપાસ માટે ઘણા અદ્યતન મશીનો દેશમાં કે રાજ્યમાં જે તે સમયે પ્રથમવાર રાજકોટ આંગણે સંસ્થા લાવી હતી.
ફૂલ બોડી ચેકઅપ માટે ખાસ અલગ-અલગ પેકેજ પણ આ સેન્ટરમાં ઉપલબ્ધ છે. જેનો ચાર્જ પણ અન્યો કરતાં અડધો લેવામાં આવે છે.
આ સેન્ટરમાં વિવિધ ટેસ્ટીંગ સુવિધા રાહત દરે કરવામાં આવે છે. આ સ્થળે દર્દીની તમામ ટેસ્ટીંગ સુવિધામાં રેડિયોલોજીસ્ટ-કાર્ડિયોલોજીસ્ટ અને પેથોલોજીસ્ટ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે.
આ સેન્ટર હોસ્પિટલમાં 11 નિષ્ણાંત તબીબો અને 20 કરોડથી વધુ કિંમતના અદ્યતન મશીનો દર્દીઓની ટેસ્ટીંગ સુવિધા માટે ઉપલબ્ધ છે. મહિલાઓ માટેની ખાસ તપાસ તથા ફૂલ બોડીના ચેકઅપ તથા સિનિયર સિટીઝન માટે પણ ફૂલ બોડી ચેકઅપની વિશેષ સુવિધા છે.
કેમેસ્ટ્રી અને હોર્મોન્સ ટેસ્ટીંગની સુવિધા દેશમાં પ્રથમવાર: ટ્રસ્ટી રમણીકભાઇ જસાણી
અમારા સેન્ટરમાં લેબોરેટરીમાં કેમેસ્ટ્રી અને હોર્મોન્સ ટેસ્ટીંગની સુવિધા જે તે સમયે મશીન આવેલા ત્યારે દેશમાં પ્રથમ હતી, તેમ ‘અબતક’ સાથેની વાતચિતમાં ટ્રસ્ટી રમણીકભાઇ જસાણીએ જણાવ્યું હતું. અમારા સેન્ટરમાં દર્દીઓની વિવિધ તપાસ 50 ટકાથી વધુ રાહતદરે કરાય છે. તેની પાછળ દાતાઓનો સહયોગ મળે છે. મેમોગ્રાફી અને ડિજિટલ એક્સ રે જેવી વિવિધ ટેસ્ટીંગ સુવિધા માટે વિશ્ર્વની નામાંકિત કંપનીના અદ્યતન મશીનો આ સેન્ટર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.