૧૯૧ વર્ષ બાદ એ સી સી હવે  ટેસ્ટ મેચમાંથી  ટોસ કરવાની પ્રથા દૂર કરવા માંગે છે અને તેની ચર્ચા આઈસીસીની મિટિંગ માં થશે.

આગામી ટેસ્ટ ક્રિકેટમાં મોટો ફેરફાર થઈ શકે છે. ટેસ્ટ ક્રિકેટનો મૂળભૂત નિયમ હવે દૂર કરી શકાય તેવી શક્યતા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ઈંઈઈ) એવું વિચારી રહ્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાં ટોસ પ્રથા હવે નાબૂદ થવી જોઈએ કે નહીં.

ટેસ્ટ ક્રિકેટમાં એવું જોવા મળે છે કે યજમાન ટીમનાં કપ્તાન સિક્કો ઉછાળે છે અને મહેમાન ટીમનાં કપ્તાન હેડ અથવા ટેલમાંથી કોલ કરે છે. માર્ચ ૧૮૭૭માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે ખઈૠ પર પ્રથમ ટેસ્ટ મેચ રમવામાં આવી હતી ત્યારથી આ ટોસની પ્રથા શરૂ કરવામાં આવી હતી.

એવું કહેવાય છે કે ટોસ હોસ્ટ ટીમ માટે ફાયદાકારક છે કારણ કે તે તેની ટીમની મજબૂતાઇ મુજબ પીચ બનાવે છે. આનાં કારણે ટોસનું મહત્વ નોંધપાત્ર રીતે ધણું વધી ગયું છે. જો કે હવે ઈંઈઈ ફેરફાર કરવા વિચારી રહી છે.

આની શરૂઆત ૨૦૧૯માં એશિયાઇ સિરીઝથી કરી શકાય છે, જેની સાથે ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ શરૂ કરવામાં આવશે. ૨૦૧૯ એશિયાઇ સિરિઝમાં યજમાન ટીમ હવે નક્કી કરશે કે પ્રથમ બેટિંગ કરવી કે પછી બોલિંગ કરવી.

તમને જણાવી દઇએ કે ૨૦૧૬થી ઇંગ્લીશ કાઉન્ટી ચેમ્પિયનશિપની પ્લેઇંગ પરિસ્થિતિઓમાં ફેરફારો કરવામાં આવ્યાં છે. આ હેઠળ યજમાન ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે, પરંતુ જો તે નિર્ણય યોગ્ય ન લાગે તો તે ટોસ પણ કરી શકે છે. આ મામલે મેંનાં અંતમાં મુંબઈમાં ઈંઈઈની ક્રિકેટ સમિતિની બેઠક યોજાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.