હિતેશ રાવલ – સાબરકાંઠા: કોરોનાકાળ બાદ રાજયમાં ધોરણ ૧૦ અને ૧૨ના સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રીપીટર અને ખાનગી વિધાર્થીઓની આજે તા. ૧૫ જુલાઇ ૨૦૨૧થી પરીક્ષા પ્રારંભ થઈ ચૂકી છે. જેમાં આ વર્ષે શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લામાં એસ.એસ.સીના ૨૦ કેન્દ્રો પરથી ૧૩૦૫૨ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જયારે ધોરણ ૧૨ના  વિજ્ઞાન પ્રવાહમાં ૬૮૮ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે સામાન્ય પ્રવાહના ૩૨૨૦ વિઘાર્થીઓ ૧૪૦ બ્લોક પરથી પરીક્ષા આપશે. આ બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે એસ,એસ,સીના હિંમતગનગર અને ઇડર ઝોન બનાવવામાં આવ્યા છે.

કોરોનાકાળ બાદ પ્રથમવાર પરીક્ષા યોજાઈ છે વિધાર્થીઓના આરોગ્યની ચિંતા કરી પરીક્ષાખંડમાં પ્રવેશ કરતા પહેલા તેમનું થર્મલ ગનથી ચકાસણી અને સેનિટાઇઝેશન અને માસ્કની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. જો પરીક્ષા દરમિયાન કોઈ વિધાર્થીને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાય તો તેના માટે અલાયદી બેઠક વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, કોરોનાને લઈ પરીક્ષા દરમિયાન શાળની બહાર વાલીઓના ટોળા એકત્ર ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા માટે સબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે. જિલ્લાના સંવેદન અને અતિસંવેદનશીલ કેન્દ્રો  તેમજ તમામ કેન્દ્રો સીસીટીવીની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી વ્યાસે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

6c8b992d c326 40a4 a665 63c3721fbc99

સાબરકાંઠાના એસ.એસ.સીના ૨૦ કેન્દ્રો પરથી પ્રથમ દિવસે ગુજરાતી તથા અંગ્રેજી પ્રથમ ભાષાના મળી કુલ ૨૨૨૩ પરીક્ષાર્થીઓ નોંધાયાહતા જે પૈકી ૧૯૪૮ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જયારે ૨૭૫ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો ધોરણ ૧૨ના કમ્પ્યૂટર પરીચયના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના કુલ ૩૮ પૈકી ૩૦ વિધાર્થીઓ હાજર અને ૮ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નપત્રમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના ૬૧૪ પૈકી ૫૭૦ વિધાર્થીઓ પરીક્ષાખંડમાં ઉપસ્થિત રહ્યા હતા જયારે ૪૪ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે એસ,એસ,સીના હિંમતગનગર અને ઇડર ઝોનમાં ધોરણ ૧૨માં કુલ ૮૫૯ પૈકી ૭૮૫ વિધાર્થીઓ હાજર જયારે ૭૪ ગેરહાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.