- ટેસ્લાની ભારે જવાબદારીઓને પગલે મુલાકાત હાલ મોકૂફ: મસ્ક
ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે તેમની આગામી ભારત મુલાકાત હાલ માટે મુલતવી રાખી છે. ઈલોન મસ્કે ટ્વીટ કરીને પ્રવાસ મોકૂફ રાખવાની જાણકારી આપી છે. અગાઉ જણાવ્યું હતું કે મસ્ક વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની અને ભારતીય બજારમાં પ્રવેશવાની તેમની યોજના મુલતવી રાખી શકે છે. અગાઉના કાર્યક્રમ મુજબ 21 અને 22 એપ્રિલે ભારતની મુલાકાત લેવાની હતી.
આ પહેલા 10 એપ્રિલના રોજ એલોન મસ્કએ ટ્વિટ કર્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આતુર છે. થોડાં અઠવાડિયાં પહેલાં જ ભારત સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર કરી હતી. આ નવી નીતિ હેઠળ, સરકાર ભારતમાં ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરવા માટે પ્રતિબદ્ધ કંપનીઓને ફીમાં છૂટ આપે છે.
એલોન મસ્કે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભારતની મુલાકાત મોકૂફ રાખવાની માહિતી આપી હતી. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું કે “દુર્ભાગ્યવશ, ટેસ્લાની ભારે જવાબદારીઓને કારણે ભારતની મુલાકાત વિલંબિત થશે, પરંતુ હું આ વર્ષના અંતમાં મુલાકાત માટે ખૂબ જ ઉત્સુક છું, અહેવાલ મુજબ, મસ્કની મુલાકાત મુલતવી રાખવા પાછળના કારણો.” માહિતી મળી શકી નથી. પરંતુ અત્યાર સુધીની માહિતી અનુસાર, મસ્કને ટેસ્લાના પ્રથમ ક્વાર્ટરના પ્રદર્શન અંગેના પ્રશ્નોના જવાબ આપવા માટે 23 એપ્રિલે અમેરિકામાં એક મહત્વપૂર્ણ કોન્ફરન્સ કોલમાં ભાગ લેવાનો છે.