અમરનાથનીયાત્રા પર થયેલા આતંકી હુમલામાં 7ગુજરાતીના મોત થયા બાદ ભારતીય સુરક્ષા બળે 3આતંકીનો ખાત્મો બોલાવ્યો છે.આતંકી સાથેની લડાયમાં ભારતીય જવાને 3આતંકીને મોતને ઘાટ ઉતારી દીધા છે.લોકોની શ્રદ્ધાસામે આતંકીની વૃત્તિ નિષ્ફળ જતી જોવામળી છે.

આ ઓપરેશનમાં CRPF ની ટીમ ,જમ્મુ પોલીસ સામેલ હતી.આ આતંકી હમલા પછી ત્રણ આતંકીને ઠાર માર્યાએ જવાનોની સૌથી મોટી સફળતાના રૂપે જોવા મળે છે.

સલીમને સલામ બહાદુરી પુરસ્કાર માટે ભલામણ કરશે

amarnath-driver
amarnath-driver

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓની બસ પર થયેલા આતંકી હુમલામાં ૭ શ્રધ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા બીજી તરફ બસના ડ્રાઈવર સલીમ શેખની સતર્કતાથી બસમાં બેઠેલા અન્ય ૫૦ શ્રધ્ધાળુઓનાં જીવ બચી ગયા હતા. વિગતો મુજબ આતંકીઓએ પહેલા ડ્રાઈવર ઉપર હુમલો કરી બસ રોકી તેમા ચઢી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડ્રાઈવર સલીમની બહાદૂરીના કારણે આતંકીઓના બસમાં ચડવાના મનસુબા નાકામીયાબ થયા હતા અને ૫૦ શ્રધ્ધાળુઓનો જીવ બચી ગયો હતો. અલબત ગોળીબારમાં ૭ શ્રધ્ધાળુઓના મોત થયા હતા.

મુખ્યમંત્રી અમરનાથ યાત્રિકો ઉપર હુમલો કરનારને કડક પાઠ ભણાવવા રાષ્ટ્રપતિનો આદેશ

અમરનાથ યાત્રીકો પર હુમલો કરનાર આતંકીઓ સામે કડક ન્યાયીક કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિ મુખર્જીએ જમ્મુ-કાશ્મીર સરકાર અને અન્ય તમામ સંસ્થાઓને આદેશ કર્યો છે અને આ હુમલાને કડક શબ્દોમાં વખોડયો છે. અમરનાથ યાત્રીકો પરના આતંકી હુમલાની અનેક દેશોનાં વડાઓએ પણ નિંદા કરી છે. મૃતકોનાં પરિવારજનોને ન્યાય મળે તેવા તમામ શકય પગલા ભરવાની ખાતરી પણ તેમણે આપી છે.

આતંકીઓને જીવતા અથવા મૃત પકડવા તથા યાત્રા સંપૂર્ણ સુરક્ષીત રાખવા સેનાનું ઓપરેશન શિવા: હાઇવે ઉપર સુરક્ષા જવાનોની તૈનાનીનો સમય વધારાયો

Encounter in J&Ks Budgam
Encounter in J&Ks Budgam

અમરનાથ યાત્રાળુઓ ઉ૫ર હુમલો કરનાર આતંકીઓને જીવતા અથવા મૃત પકડવા તથા યાત્રાને સંપૂર્ણ સુરક્ષીત રાખવા સુરક્ષા બળોએ ઓપરેશન શિવા શરુ કરી દીધું છે. કાશ્મીરના બડગામમાં હિઝબુલ મુસદિદીનના ત્રણ આતંકીઓને સેનાએ ઠાર કર્યા છે. જયારે વિસ્તારમાં છુપાયેલા અન્ય આતંકવાદીઓની શોધખોળ શરુ છે.

સુરક્ષા બળના જવાનો આતંકીઓના અડ્ડા ઉપર સતત દરોડા પાડી રહ્યા છે. સાત અમરનાથ યાત્રીકોના આતંકી હુમલામાં મોત બાદ સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે. દરમીયાન સેનાએ હુમલા સાથે સંકળાયેલા આતંકીઓને સંકજામાં લીધા હોવાનું જાણવા મળેલ છે.

હાલ જમ્મુ-કાશ્મીરમાં સમગ્ર સુરક્ષા પ્રણાલીની સમીક્ષા કરવાનો નિર્ણય લેવાયો છે. અમરનાથ યાત્રીકો ઉપર હુમલા સાથે સંકળાયેલા ચાર આતંકીઓમાંથી એક પાકિસ્તાનનો ઇસ્માઇલ છે. હુમલાને અનુલક્ષીને હાઇવે ઉપર સુરક્ષા જવાનોની તૈનાતીનો સમય વધારાયો છે. હવેથી સાંજે ૪ વાગ્યા બાદ શ્રઘ્ધાળુઓનું કોઇ વાહન દક્ષિણ કાશ્મીરમાં મીરબજારની આગળ જશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.