ત્રણ આતંકવાદીઓને બચાવવા પથ્રમારો કરતા ટોળા ઉપર સૈન્યને ફાયરીંગ કરવું પડયું: ચારના મોત

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પ્રત્યે સ્થાનિકોની કુણી લાગણી દેશની સુરક્ષા સામે જોખમ ઉભુ કરી રહી છે. ગઈકાલે આતંકવાદીઓને પકડવા પહોંચેલી સૈન્યની ટુકડી ઉપર સનિકોએ બેફામ પથ્રમારો કરતા એક જવાન શહિદ થયો હતો. સૈન્યએ પણ ક્રોસ ફાયરીંગ કરતા ચાર નાગરિકોના મોત નિપજયા હતા.

વિગતોનુસાર કાશ્મીરના કુલગામ જિલ્લાના ખુદવાની ગામમાં આતંકી છુપાયા હોવાની બાતમીના આધારે સૈન્ય દ્વારા તપાસ કરવામાં આવી હતી. મોહમદ આઝાદ પાલા, બિલાલ અહેમદ અને સુહેલ અહેમદ સહિતના લશ્કર એ તોયબાના આતંકીઓ આ વિસ્તારમાં છુપાયા હોવાની શંકા હતી. દરમિયાન સૈન્યની ટુકડી ઉપર પથ્રમારો શરૂ થયો હતો. હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ આતંકીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા.

આતંકીઓએ ગોળીબાર કરતા એક જવાન શહિદ થયો છે. જયારે ઘટનાક્રમમાં ૧૦૦થી વધુને ઈજાઓ પહોંચી છે. આ ઘટના સમયે સૈન્યએ ક્રોસ ફાયરીંગ કરતા ચાર નાગરિકોના મોત નિપજયા છે. કાશ્મીરની પરિસ્તથી છેલ્લા ઘણા સમયી ખૂબજ ગંભીર બની ગઈ છે. આતંકીઓને પકડવા જતા સનિકો સૈન્ય માટે નડતર બની રહ્યાં છે. આતંકવાદીઓ સનિક નાગરિકોના ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. આ બાબત દેશ માટે મોટા જોખમ સમાન છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.