દુનિયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહીયે…!
ભારતના માયનોરિટી બાબતે ચિંતા કરતા ઇમરાનનું ચીનના મુસ્લીમ બંધકોને લઇ ‘ભેદી’ મૌન
વાત સો ટકા સાચી છે કે, દુનિયા ઝુકે છે, માત્ર જરૂર છે ઝુકાવવાવાળાની આ વાત એટલે સાર્થક થાય છે કે, પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી અનેકવિધ દેશોને હેરાન-પરેશાન કરતી જોવા મળે છે. પરંતુ ચીની ડ્રેગન દ્વારા જે હરકત કરવામાં આવી છે. તેમ છતાં તેમની સામે પાકિસ્તાન અવાજ ઉઠાવી નથી રહ્યું. એટલે કે, ચીની ડ્રેગન પાક દેશ ઉપર ખુબજ હાવી સાબીત થઈ રહ્યું છે. કારણ કે, જો પાકિસ્તાન ચીન સામે પોતાનો અવાજ ઉઠાવે તો ચીન દ્વારા જે રોકાણોના વાયદાઓ કરવામાં આવ્યા હતા તેને તેઓ હટાવી લે તો નવાઈ નહીં. વાત એ પણ સામે આવે છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબજ બગડી ગયેલી છે ત્યારે તેમની આશા ચીન ઉપર છે કારણ કે ચીન પાક.માં રોકાણો કરી જેથી પાક.ની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે પરંતુ હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ચીન દ્વારા પાકિસ્તાનના ૧૦ લાખ મુસ્લિમોને બંધક બનાવવામાં આવ્યા છે. તેમ છતાં પાકિસ્તાન તેના પ્રત્યુત્તરમાં કોઈપણ કાર્યવાહી નથી કરી રહ્યું. ત્યારે પાકના મંત્રીઓ દ્વારા પણ નિવેદન આપવામાં આવી રહ્યું છે કે, મુસ્લિમો ચીનમાં ખૂબજ સુરક્ષીત છે.
વાત કરવામાં આવે તો ચીનના ઝીંજીયા પ્રદેશમાં મુસ્લિમ વંશીય ઉયગુર લઘુમતીઓના સભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે. જેના વિરોધમાં ઈન્ડોનેશીયાની રાજધાની જકાર્તામાં ચીની દુતાવાસની બહાર ઘણા મુસ્લિમોએ રેલી યોજી હતી. કેમ્પમાં અટકાવતા તેઓએ જણાવ્યું હતું કે, તેના પર રાજકીય આક્રમણો થકી તેઓ આધીન થઈ રહ્યાં છે અને તેમના ધર્મને છોડવા માટે દબાણપણ કરી રહ્યાં છે. જેના પ્રત્યુત્તરમાં ચીને જણાવ્યું હતું કે, ઝીનઝીંયાંગ ઈસ્લામીક આતંકવાદીઓ અને જુદી જુદી વ્યક્તિના ભયથી સામનો કરી રહ્યાં છે. ત્યારે દૂર વ્યવહારના તમામ આરોપોને નકારી કાઢતા ચીની અધિકારીઓએ જણાવ્યું હતું કે, નાગરીક અપરાધોના દોષિત કેટલાક નાગરીકોને વ્યવસાયીક કેન્દ્રોમાં કામ કરવા મોકલવામાં આવ્યા છે.
ચીન આ પ્રકારની સાઈટોને વ્યવસાયીક કેન્દ્રો તરીકે ગણાવે છે અને કહે છે કે, તાલીમાર્થીઓ સ્વૈચ્છીક રીતે કામ કરે છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવકતા મહમદ ફૈઝલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિદેશી જૂથોના કેટલાક જૂથ ખોટી માહિતી ફેલાવી આ વાતને ઉત્તેજીત બનાવી રહ્યાંનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે વિશાળ ચીની રોકાણોને ગુમાવવાની ચિંતા સહિતના અનેક રાજકીય અને આર્થિક પરિબળોએ પાકિસ્તાન અને અન્ય મુસ્લિમ દેશોના રાજકીય આગેવાનોએ મૌન સેવ્યુ છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન દ્વારા જે રીતે ભારત અને મોદી સરકાર ઉપર અલ્પ સંખ્યક લોકોની હિફાજતને લઈ પ્રશ્ન ઉઠાવ્યો છે તેના ઉત્તરમાં ભારતના કેન્દ્રીય મંત્રી મુકતાર અબ્બાસ નકવીએ પાકિસ્તાન પ્રધાનમંત્રી ઈમરાન ખાનના નિવેદન પર જણાવ્યું હતું કે, આતંકવાદી અને હિંસાની જમીન ઉપર ખુનની ખેતી કરનાર પાકિસ્તાન લઘુમતી સમાજના અધિકારનું જ્ઞાન ભારતને ન આપે. તેઓને પોતાના દેશમાં લઘુમતી સમાજની રક્ષા કરવી જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ૧૯૪૭માં લઘુમતીઓમાં શીખો અને ખ્રિસ્તીઓની સંખ્યામાં ખુબજ ઘટાડો જોવા મળ્યો છે. કારણ કે, ઈસ્લામી કટ્ટરવાદીઓએ સરકાર સાથે મળી લઘુમતી સમાજને ટાર્ગેટ બનાવ્યો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું કે, ઈસ્લામાબાદમાં હિન્દુઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે ત્યારે ભારતે નહીં પરંતુ પાકિસ્તાને પોતાના લઘુમતી સમાજની રક્ષા કરવી જોઈએ અને તેમના ઉત્થાન માટે વિચારવું જોઈએ.