ઓપરેશન સાગર સુરક્ષા કવચ હેઠળ સુરક્ષા એજન્સીઓની સતર્કતા ચકાસવા યોજાયેલી મોકડ્રીલ સફળ નીવડી
ઓખા બંદરના બેટ બાલાપરનાં સમુદ્રમાં સુરક્ષા કવચ હેઠળ યોજવામાં આવેલી મોકડ્રીલમાં સવારે જયાં આતંકી સાથેની બોટ ઘુસી હોવાનો પ્રયાસ થયાનું જાણવા મળતા ત્યારે ઓખા બેટ પાછળના દરીયામાંથી મરીન પોલીસ દ્વારા આ બોટને પકડી લેવામાં આવી હતી.
પાકિસ્તાનની નાપાક હરકતો સમુદ્ર માર્ગે થાય તો તેની સામે સુરક્ષા એજન્સીઓ કેટલી સતર્ક છે.
તેનું માપન કરવા વર્ષમાં બે વખત સૌરાષ્ટ્રના દરિયામાં ઓપરેશન સાગર સુરક્ષા કવચ યોજાય છે.
તે અંતર્ગત ઓખા સહિત દેવભૂમી દ્વારકામાં બે દિવસ માટે ઓપરેશન સાગર સુરક્ષા કચ શરૂ થયું છે. જેમાં લેન્ડીંગ પોઈન્ટ સહિત વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવા સહત મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં ઓખા બેટના સમુદ્રમાં આતંકવાદીઓ અને આર.ડી.એક્ષ સાથેની બોટ ઘૂસી હોવાની માહિતીના આધારે સવાર ઓખા મરીન પોલીસ પીએસઆઈ સોલંકી તથા તેમની ટીમે આ બોટને પકડી પાડી હતી. આ ઓપરેશન સાથે બેટ પેન્સીજર જેટી, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનમાં પણ ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.