આતંકી સંગઠન સીઆરએફએ લીધી હુમલાની જવાબદારી
આતંકી હુમલામાં એક શકમંદ ઝડપાયો
જમ્મુ કાશ્મીરનાં બારામુલ્લામાં આતંકીઓએ વધુ એક વખત પોલીસ કર્મચારીઓને નિશાન બનાવી એકે ૪૭માંથી ગોળીબાર કરતા બે પોલીસ કર્મી શહીદ થયા હતા.
બારામૂલ્લા વિસ્તારમાં આજે બપોરે આતંકીઓએ પોલીસ ટુકડીને નિશાન બનાવી એ.કે. ૪૭માંથી ગોળીબાર કરતા બે પોલીસ કર્મી ઘવાયા હતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા જયાં બેના મૃત્યુ થયા હતા. શહીદ બંને પોલીસ જવાનો જમ્મુ કાશ્મીર પોલીસમાંફરજ બજાવતા હતા પોલીસે આ વિસ્તારને કોર્ડન કરી તપાસ આરંભી છે.પોલીસ પાર્ટી પર આતંકી હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં ફૂટેજ જોતા એકઆતંકી એ.કે. ૪૭ લઈ આડેધડ ગોળીબાર કરતો જણાય છે. ભર બજારમાં ધોળા દિવસે આ હુમલો થયો હતો આતંકીની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે. સીસીટીવી ફૂટેજમાં એક આતંકી દેખાય છે. પણ નજરે જોનારાનાં માનવા મુજબ બે આતંકીઓએ આ હુમલો કર્યો હતો. ગોળીબાર કર્યા બાદ તુરત જ આતંકી ભાગી ગયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસ સીઆરપીએફ અને સેનાના ટોચના અધિકારીઓ જવાનો સ્થળ પર ઘસી ગયા છે. અગાઉ જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ જગ્યા, શોપીયા અને બલગામમાં એન્કાઉન્ટરમાં લશ્કરનાં ત્રણ આતંકીઓ ઠાર થયા હતા.
આતંકીઓની શોધખોળ દરમિયાન પોલીસે એક શકમંદને ઝડપી લીધો હતો આ આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન ટીઆરએફએ લીધી છે.
ત્રણ દિવસમાં બીજો હુમલો
આ અગાઉ ૧૭ ફેબ્રુઆરીએ શ્રીનગરનાં સોનવર વિસ્તારમાં ગોળીબાર થયા હતા. જયાં આ હુમલો થયો ત્યાંથી એક કિ.મી.દૂર જ વિદેશી રાજદૂત ઉતર્યા હતા. ડલ મીલ નજીક પણ કૃષ્ણ ઢાબેનો એક કર્મચારી આવાજ આતંકી હુમલામાં ઘવાયો હતો. મુસ્લિમ જાંબાઝ ફોર્સ જમ્મુ અને કાશ્મીરે હુમલાની જવાબદારી લીધી હતી. અગાઉના બે આતંકી હુમલા બાદ આજે આ ત્રીજો હુમલો થયો હતો.