અમદાવાદ ખાસ કોર્ટમાં ટ્રાયલ ચાલતી હોવાથી વીડિયો કોન્ફરન્સથી જ સુનાવણીની વિગતો મેળવવી પડે, વકીલનું જરૂરી માર્ગદર્શન ન મળતું હોવાનું અને રાજકોટ જેલમાં યોગ્ય રીતે ન રખાતા હોવાની રાવ સાથે કરી માગણી
શહેરના રૈયા રોડ પર આવેલા નહેનગર વિસ્તારના વસીમ અને નઇમ નામના શખ્સોએ ગત ફેબ્રુઆરીમાં એટીએસના સ્ટાફે આંતકવાદના ગુનામાં ઝડપી લીધા બાદ બંને શખ્સો ચોટીલા ખાતે બોમ્બ વિસ્ફોટ કરવાના હોવાના અને આઇએસઆઇ સાથેના સંપર્કો હોવાનો ઘટ્ટસ્ફોટ થયો હતો. બંને આંતકીઓ સામે અમદાવાદની ખાસ કોર્ટમાં સુનાવણી શરૂ થતા બંને દેશદ્રોહીઓએ રાજકોટ જેલમાંથી અમદાવાદ સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવા માટે માગણી અદાલતમાં કરી છે.
આઇએસઆઇ સાથે સંપર્કો ધરાવતા ઝનૂની માનસના વસીમ અને નઇમ પાસેથી કેટલીક વિસ્ફોટક સામગ્રી મળી હતી. તેઓ ચોટીલા અને ભાવનગર ખાતે વિસ્ફોટ કરી ભાંગફોડ કરવાના હોવાનું એટીએસની તપાસમાં બહાર આવ્યા બાદ બંને આંતકીઓને રાજકોટ જેલ હવાલે કરી અમદાવાદની ખાસ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતું.
વસીમ અને નઇમનો બચાવ કરવામાં રાજકોટ અને જામનગરના વકીલોએ સ્પષ્ટ ના કહી હોવાથી બચાવ માટે અમદાવાદના વકીલ રાખવામાં આવ્યા હોવાથી પોતાને વકીલ સાથે ચર્ચા કરવાની તક ન મળતી હોવાનું તેમજ બંનેને અમદાવાદ કોર્ટમાં રજુ રાખવાના બદલે વીડિયો કોન્ફરન્સથી થતી હોવાથી પોતાને કાયદાકીય માર્ગ દર્શન ન મળતું હોવાનું તેમજ રાજકોટ જેલમાં પણ પોતાને યોગ્ય રીતે રાખવામાં આવતા ન હોવાનો આક્ષેપ કરી રાજકોટ જેલમાંથી અમદાવાદ જેલમાં ટ્રાન્સફર કરવાની માગણી કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com