દેશમાં સતત વિકાસ કરી રહેલુ ગુજરાત વર્ષોથી આતંકવાદીઓના નિશાના ઉપર છે દરમિયાન તાજેતરમાં દુનિયામાં આતંક મચાવનાર આઈએસઆઈએસના બે આતંકવાદીઓને રાજકોટ અને ભાવનગરમાંથી એટીએસે ઝડપી લેવા સુરક્ષા એજન્સીઓ વધુ સક્રિય બની છે. દરમિયાન ગુજરાતમાં એક આતંકી સંગઠન સોશિયલ મીડિયા મારફતે સક્રિય હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દક્ષિણ ભારતમાં પાંચ બ્લાસ્ટ કરી ચૂકેલા બેઝ મુવમેન્ટ દક્ષિણ ભારતમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ થયું હોવાની તપાસ એજન્સીઓને શંકા છે. ત્યારે આ સંગઠન ગુજરાતમાં પણ સક્રિય હોવાનું મનાય છે, જે સંદર્ભે હાલ ગુપ્તરાહે તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતમાં નવેમ્બર ૨૦૧૬માં નવું આતંકી મોડ્યુલ બેઝ મુવમેન્ટ અસ્તિત્વમાં આવ્યું હતું. આ સંગઠને દક્ષિણ ભારતમાં પાંચ બોમ્બબ્લાસ્ટ કર્યા હતા. જેની જવાબદારી તેમણે સરકારના ઉચ્ચ વિભાગો તેમજ મહત્વના વ્યક્તિને ઇ-મેઇલ કરીને લીધી હતી. અલ કાયદાથી પ્રભાવિત આ આતંકી સંગઠન સોશિયલ સાઇટ મારફતે ગુજરાતમાં પણ એક્ટિવ હોવાની શંકા છે. જે તે સમયે આ જ સદર્ંભે ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ આ આતંકીઓને પકડવા ત્યાં પહોંચ્યા હતા, પરંતુ હાથવેંત દૂર રહી ગયા અને એનઆઇએની ટીમે આ આતંકીઓની ધરપકડ કરી લીધી હતી. આ આતંકવાદી સંગઠન ગુજરાતમાં સોશિયલ મીડિયા મારફતે સક્રિય હોવાની આશંકાના પગલે પોલીસ દ્વારા ગુપ્તરાહે તપાસ કરવામાં આવી રહી છે. આઈએસનો આતંકવાદી વસીમ રામોડિયા અમદાવાદ અને રાજકોટમાં નવ વ્યક્તિઓના સતત સપર્ંકમાં હોવાનું પોલીસની તપાસમાં ખૂલ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.