જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષા દળોએ બુધવારે અથડામણમાં લશ્કર એ તોઈબાનો એક આતંકી ઠાર માર્યો હતો. જોકે, આતંકીઓ સામે લડતા સુરક્ષા દળના એક એસપીઓ પણ શહીદ થયા હતા, જ્યારે એક જવાન ઘાયલ છે. શહીદ એસપીઓનું નામ બિલાલ અહમદ હોવાનું માલુમ પડ્યું છે,

જ્યારે અથડામણમાં માર્યા ગયેલા આતંકીનું નામ એમ. ગુજ્જર છે. ગુજ્જર કેટલાક વર્ષ પહેલા બારામુલામાં સક્રિય હતો. કલમ 370 હટ્યા પછી અથડામણની આ પહેલી ઘટના છે.  રાજ્ય પોલીસ, સેના અને સીઆરપીએફએ મંગળવારે રાતથી જ સંયુક્ત કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ઘટના સ્થળેથી ઓટોમેટિક હથિયાર અને દારૂગોળો જપ્ત કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.