આતંકવાદી હાફિઝ સઇદની પાકિસ્તાનમાં ધરપકડ થઈ ગઈ છે. હાફિઝને સરકારે ન્યાયિક હિરાસતમાં ધકેલ્યો હોવાનો અહેવાલ મળી રહ્યાં છે. મુંબઈ 26-11 અને એટેક અને ઉરી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝની ફરતે આતંરરાષ્ટ્રીય દબાણના પગલે ગાળીયો કસાયો છે. હાફિઝ સઇદને સરકારે ઝડપી અને તેને ન્યાયિક હિરાસતમાં ધકેલ્યો છે.
મળતી માહિતી અનુસાર લાહોરથી ગુંજરાવાલા જઈ રહેલો હાફિઝ સઈદ પકડાયો છે. ભારતે આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર સર્જેલુ દબાણ કામ આવ્યું છે. હાફિઝની ધરપકડ ટેરર ફન્ડિંગના મામલે કરવામાં આવી છે.
પુલવામા, ઉરી અને મુંબઇ હુમલા સહિત ભારતમાં અનેક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઇદને લઇને મોટી ખબર સામે આવી રહી છે. હાફિઝને પાકિસ્તાનમાં ઝડપી પાડવામાં આવ્યો છે. તેને હાલ ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે.