મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ અને જેયુડી ચીફ હાફિઝ સઈદે પાકિસ્તાની શિખો સોની સભા યોજી હતી. જેમાં પાકિસ્તાનના નાનકાના સાહિબના રહેવાસી શિખ કમ્યુનિટીના મોટાભાગના શિખો હાજર રહ્યાં હતા. હાફિઝની સભામાં મીલી મુસ્લિમ લીગના ચીફ સૈફુલાહ ખાલીદે પણ હાજરી આપી હતી. મીલી મુસ્લિમ લીગ જમાત-ઉલ-દાવા રાજનૈતિક ચહેરો છે.
હાફિઝે સભામાં કહ્યું કે શિખ સાહસી રાષ્ટ્ર છે, પરંતુ ભારતમાં શિખો સો અનેકવાર અત્યાચારો કરાયા છે. પાકિસ્તાની સરકારે પણ આ અંગે કોઈ પગલા લીધા ની કારણ કે તે ભારત સો મિત્રતા ઈચ્છે છે. પાકિસ્તાન ભારત માટેની મિત્રતા સો કંઈપણ ગુમાવવા તૈયાર છે. ૨૦૦૮ના મુંબઈ હુમલામાં ૧૬૬ લોકોની મૃત્યુના જવાબદાર હાફિઝે મિત્રતાની વાતો કરી શિખોને ભડકાવવાના શડયંત્રો કર્યા હતા.
ત્યારે મીલી મુસ્લિમ લીગના ચીફ ખલીદે જણાવ્યું હતું કે, અમારે શિખ સમાજનો ટેકો જોઈએ છે. તેણે રાજનૈતિક રંગ દર્શાવતા ઉમેર્યું હતું કે, જેણે પાકિસ્તાન ઈલેકશન કમિશનમાં રજીસ્ટર ન કરાવ્યું હોય તેમણે નોંધાવી લેવું જ્યારે નાન્કારા આવવાની હાફિઝનો લક્ષ્યાંક શું હતો ત્યારે તેમણે કહ્યું કે તે સભા તેણે રૂટીનમાં જ યોજી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,