ટેરર ફન્ડીંગ સામે ફાયનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સ સમક્ષ ભારત કરશે ઉગ્ર રજુઆત
આવતીકાલે ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન ટકરાવવાના છે ત્યારે આ સાથે ટેરેરીસ્ટ ફન્ડીંગનું પણ ફાઈનલ શરૂ થવાનું છે. જેમાં આતંકવાદીઓને નાણાકીય પુરી પાડતી સંસ્થાઓ અને કંપનીઓ ઉપર ચાંપતી નજર રાખવા માટે ફાયનાન્સીયલ એકશન ટાસ્ટફોર્સની કવાયત શ‚ કરવામાં આવશે. આ માટે ભારતીય પ્રતિનિધિ દર યુ.એન., આઈ.એમ.એફ. અને વિશ્ર્વ બેંક સાથે મળીને આતંકીઓને પુરુ પાડવામાં આવતું ફંડ કઈ રીતે વેલફેર થાય છે સહિતની બાબતોએ વાતચીત કરી હતી અને આ પ્રવૃતિને રોકવા માટે જ‚રી પગલા લેવા પણ કહેવામાં આવ્યું છે.
લંડનમાં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચની ફાઈનલમાં ટકરાવવાના છે. બીજી તરફ આતંકીઓને મળતા ફંડ સામેની કાર્યવાહી માટે પણ ફાઈનલ પ્રક્રિયાઓ શ‚ કરવામાં આવી રહી છે. સરકારી સુત્રોના કહેવા પ્રમાણે જમાત ઉદ દાવા, લશ્કર એ તૈયબા, જૈશ એ મોહમદ સહિતના આતંકવાદી દળોને પાકિસ્તાન નાણાકિય સહાય પુરી પાડે છે. આ નાણાની મદદથી આતંકવાદી ગ્રુપો ભારતમાં અશાંતિ ફેલાવવાના કાવતરાને અંજામ આપે છે ત્યારે ઈન્ટરનેશનલ ફાયનાન્સીયલ એકશન ટાસ્કફોર્સ આવા વ્યવહારો બાબતે વિગતો એકઠી કરશે અને તેના ઉપર કાર્યવાહી કરવી તેનો એકશન પ્લાન ઘડવામાં આવશે.
વધુમાં આતંકવાદી દળોના બેંક એકાઉન્ટ ઉપર કાર્યવાહી કર્યાનો દાવો કરનારી પાકિસ્તાન સરકારની પણ તપાસ કરી ખરેખર કામગીરી કરવામાં આવી છે કે માત્ર કાગળ ઉપર પગલા ભરાયા છે. તેની પણ ખાતરી કરવામાં આવશે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જો આતંકવાદી દળોનો ખાતમો કરવો હોય તો તેને સહાયો પુરી પાડતા તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ. જો સહાય કરનારા જ બચી જશે તો આતંકવાદનો ખાતમો કરવો અશકય બની રહેશે. વારંવાર આ બાબતે યુ.એન.માં રજુઆત કરવામાં આવી છે ત્યારે હવે આ બાબતે અસરકારક કામગીરી શ‚ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
ભારત દ્વારા ફાઈનાન્સીયલ એકશન ટાસ્કફોર્સને એવી પણ રજુઆત કરવામાં આવશે કે પાકિસ્તાન દ્વારા ટેરર ફન્ડીંગ બાબતે જે કોઈ કાર્યવાહી કર્યાનો દાવો થયો છે તે પાયાવિહોણો છે. હાફીઝ સઈદ સહિતના આતંકવાદીઓ સામે પણ કહેવા પૂરતી કામગીરી થઈ છે. જો આ બાબતે અસરકારક પગલા ભરવામાં આવ્યા હોત તો પાડોશી દેશોમાં આતંકવાદ ફેલાયો ન હોત.