ઐતિહાસિક વેસ્ટમિંસ્ટર સેન્ટ્રલ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1500થી વધારે લોકોને સંબોધિત કર્યા હતા. અહીં તેમણે સમગ્ર દુનિયામાંથી આવેલા સવાલોના જવાબ આપ્યા હતા. સર્જિકલ સ્ટ્રાઈક વિશે જ્યારે મોદીને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, જ્યારે કોઈ આતંકવાદ ફેલાવે છે, યુદ્ધ કરવાની તાકાત તેમનામાં હોતી અને અને પીઠ પર હુમલો કરે છે તો હું તેમને એ જ ભાષામાં જવાબ આપું છું. સર્જિકલ સ્ટ્રાઈક સંપૂર્ણ રીતે પ્લાન્ડ હતી. મે આ વિશે પહેલાં પાકિસ્તાનને અને પછી મીડિયાને જણાવ્યું હતું. મે પાકિસ્તાનને કહ્યું હતું કે, તમારી લાશો ઉપાડી લો.
આતંકવાદની ફેક્ટરી ચલાવનારને મળશે જવાબ
પાકિસ્તાન પર પ્રહાર કરવા માટે વડાપ્રધાન નકેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલાં 2016માં બોર્ડર પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત આતંકવાદની નિકાસ કરતા લોકોને સહન નહીં કરી લે. તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે. મોદીએ કહ્યું કે, કોઈએ આતંકને નિકાસ કરવાની ફેક્ટરી શરૂ કરી દીધી હોય અને અમારી પર પાછળથી હુમલો કરતા હોય તો મોદી તેમને તે જ ભાષામાં જવાબ આપશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com