જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં ચાર પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા દળોએ આતંકવાદીઓની એક મોટુ કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું.

દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ખતરો હજુ ટાળી શકાયો નથી. કાશ્મીરમાં પેટા-ચૂંટણીઓ પહેલા વધુ આતંકવાદીઓ હુમલાની દહેશત છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ પછી સુરક્ષા દળોને નિયંત્રણ રેખા પર વધુ જાગૃત રહેવાની સૂચના આપવામાં આવી છે.

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને પાકિસ્તાની સેના હજી પણ સરહદ પારના ઘણા લોંચપેડ પર આતંકવાદીઓની મોટી સંખ્યા ખડકી રહી છે. કઠુઆ, સામ્બા, આરએસ પુરા, આર્નીયા અને અબ્દુલિયા સેકટરની સામે સરહદ પાર પાકિસ્તાનની તરફનો લોંચિંગ પેડ ઉપર અનેક આતંકવાદીઓની હિલચાલ જોવા મળી છે. આ લોન્ચિંગ પેડ સરહદથી એકદમ નજીક છે. જેના કારણે પણ સુરક્ષા દળો એકદમ સક્રિય થઈ ચૂક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.