૪૦ સીઆરપીએફ જવાનોને શહિદ કરનાર જૈસ એ મોહમ્મદ ત્રાસવાદીઓ વિરૂધ્ધ એનઆઇએએ ૧૩,૫૦૦ પેઇઝના તૈયાર કરેલા ચાર્જશીટમાં એફએસએલની મહત્વની ભૂમિકા
બેલેસ્ટીક એકસપોર્ટ અને ડીએનએ ટેસ્ટ ઉપરાંત જુદા જુદા એન્કાઉન્ટરમાં ઠાર થયેલા આંતકીયોની સાંઠગાંઠ સુધીની જોડતી કડી ફોરેન્સિક નિષ્ણાંતોએ પુરી પાડી
જમ્મુ-કાશ્મીરના પુલવામાં ગત ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ થયેલા આત્મઘાતી હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં રોષ સાથે ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા દુ:ખદ ઘટનાની તપાસ એનઆઇએને સોપી હતી. એનઆઇએ દ્વારા તપાસ સંભાળી ત્યારે ઘટના અંગે કોઇ પુરાવો મળે તેમ ન હતો ત્યારે એનઆઇએને સમગ્ર ઘટના કંઇ રીતે બની અને ત્રાસવાદી હુમલાને કંઇ રીતે અંજામ આપવામાં આવ્યો તે અંગેની સીલસીલાબંધ વિગતો ફોરેન્સિક સાયન્સ દ્વારા ઉજાગર કરવામાં આવી હતી. જુદા જુદા સ્થળે અને સમયે થયેલા એન્કાઉન્ટરની જોડતી કડી, બેલેસ્ટીક નિષ્ણાંતના અભિપ્રાય અને ડીએનએ ટેસ્ટ જેવી આધૂનિક સગવડથી એનઆઇએને પુરી પાડતા જૈએ એ મોહમ્મદ ત્રાસવાદી સંગઠનના મુખ્ય કાવતરાખોર સુધીના પુરાવા મેળવવા સફળતા મળી છે. અને ૧૩,૫૦૦ પેઇઝનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૧૯માં પુલવામાં થયેલા આત્મઘાતી હુમલામાં ૪૦ સુરક્ષા જવાનો શહિદ થયા હતા. જેની ઉંડાણ પૂર્વક તપાસ કરવા અને કાવતરાના મુળ સુધી પહોચવા માટે એનઆઇએને તપાસ સોપવામાં આવી તપાસનીશ ટીમને પુરાવાના મળતા ન હોવાથી સમગ્ર ઘટના અને તપાસ પુરી કરવી પડકારરૂપ હતી. આવા સંજોગોમાં એનઆઇએને ફોરેન્સિક સાયન્સની ટીમ દ્વારા મહત્વની મદદ મળી હતી.
ઘટનાની તપાસનીશ દ્વારા આ કેસ સંપૂર્ણ આંધળો અને પડકારરૂપ હતો ન્યાય અને કાયદા માટે પુરવાર કરવો ઘણો અઘરો હતો. સજજડ પુરાવા અને આખા કેસ માત્ર શંકાના આધારે પુરવા કરવો મુશ્કેલ હતો. આત્મઘાતી હુમલામાં કાર માલિક નક્કી કરવો પણ મુશ્કેલ અને પડકારજનક સ્થિતી હતી. કારમાં ૨૦૦ કિલો આરડીએકસનો દારૂગોળો, જીનેસ્ટીક બેલેસ્ટીક અને ગન પાવડર જેવો મોતનો સામાન સાથે વિસ્ફોટ થયો હોવાથી કારના પણ ડુચા નીકળી ગયા હતા. ત્યારે કારની માલિકી નક્કી કરવી આ ઘટનામાં ઘણી મહત્વની હતી પરંતુ ફોરેન્સિક સાયન્સની મદદથી આ કપરૂ કામ સરળ બન્યું હતું અને કારના મુળ માલિક અને અંતિમ માલિકની ઓળખ મેળવી શકાય હતી.
કારનો માલિક આત્મઘાતી હુમલા પૂર્વે ગુમ થયો હતો. તે આંતકવાદી સંગઠન જૈસ એ મોહમ્મદમાં ભળી ગયો હોવાના પુરાવા મળી આવ્યા હતા તેમજ તેનું એન્કાઉન્ટર જુન માસમાં થયું હતું.
પુલવાના આત્મઘાતી હુમલામાં આદિલ અહેમદનું કૃત્ય હોવાનું સામે આવ્યુ હતું. સુરક્ષા એજન્સીઓએ ઘટના સ્થળેથી એકઠા કરેલા પુરવા ઉપરથી વિવિધ જગ્યાએથી માનવ અવશેષને ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં અજાણ્યા અપરાધિનું કારસ્તાન ગણાવવા આવ્યું હતુ. ડીએનએ ટેસ્ટ કરાવતા એન્કાઉન્ટમાં ઠાર થયેલા આદિલ અને તેના પિતા અહેમદના ડીએનએ ટેસ્ટ કરાવતા મેચ થતા મહત્વનો પુરાવો મળી આવ્યો હતો.
પુલવાકાંડની એનઆઇએ દ્વારા તૈયાર કરાયેલા ચાર્જશીટમાં વોન્ટેડ પૈકીના સાત આંતકવાદીઓ ૨૦૧૯ સુધીમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં ઠાર થયાનું જણાવ્યું છે. જેમાં જૈસ એ મોહમ્મદના મુખ્ય સુત્રધાર મસુદ અઝરના ભત્રીજા મોહમદ ઉમર ફારૂક પણ ઠાર થયો હતો. તેનો બદલો લેવા માટે મસુદ અઝર દ્વારા પુલવાકાંડનું કાવતરૂ ઘડયાનું હોવાના પુરાવા પણ ફોરેન્સિક સાયન્સની મદદથી પુરાવા મળ્યા છે.
એનઆઇએની તપાસ ટીમ દ્વારા ફોરેન્સિક સાયન્સની મદદથી એક પછી એક ઠોસ પુરાવા એકઠા કરી આંતકીઓની ધરપકડ કરવાનો દોર શરૂ કર્યો હતો. સમગ્ર કેસમાં સંડોવાયલા સાત આંતકવાદીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. જ્યારે ૧૨ આંતકવાદીઓની સંડોવણી ખુલ્લી પાડી હતી. જેમાં બે ફરાર છે. છ આંતકવાદીઓના એન્કાઉન્ટર કરી ઠાર કરાયા છે. અને મસુદ અઝર સહિત ચાર આંતકવાદીઓ હાલ પાકીસ્તાનમાં આશરો લઇ રહ્યા સહિતના પુરાવા સાથેનું ૧૩,૫૦૦ પેઇઝનું ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યુ છે.