જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ પીડીપી નેતાના ઘર ઉપર હુમલો કર્યો હતો. જેમાં તેમનો પીએસઓ (ખાનગી સુરક્ષા ગાર્ડ) ઘવાયો હતો અને હોસ્પિટલમાં દમ તોડયો હતો. આતંકી હુમલા પછી એ વિસ્તારમાં સુરક્ષા દળોએ તલાશી અભિયાન શરૂ કર્યું છે.
મધ્ય કાશ્મીરના શ્રીનગર જિલ્લાનાં નાસપોરા વિસ્તારમાં સોમવારે સવારે આતંકવાદીઓએ પીડીપી નેતા હાજી પરવેજ અહેમદના નિવાસ સ્થાન ઉપર હુમલો કર્યો હતો.
હુમલામાં તેમનો ખાનગી અંગરક્ષક કોન્સ્ટેબાલ મંજૂર અહમદ ઘવાયો હતો. તેને સારવાર માટે એસએમએચએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હુમલાખોરોને પકડવા માટે આ આખા વિસ્તારને ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કરાયું છે.
ગુમ શખ્સની શોધખોળ વખતે શંકાસ્પદ હિલચાલ દેખાઈ
સુત્રોના જણાવ્યા મુજબ ૯ ડિસેમ્બરે એક સ્થાનિક રહેવાસી તાલીબ હુશૈન નદીકિનારે ગયા બાદ ગુમ થયો હતો. આ શખ્સની શોધખોળ માટે ટીમો કામે લગાડવામાં આવી ત્યારે આ ટીમોને આ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ હોવાની જાણ થઈ હતી તેમાં વધુ ઉંડા ઉતરતા આ વિસ્તારમાં આતંકીઓની હાજરી પણ જોવા મળી હતી. જોકે પોલીસે ગુમ થયેલા તાલીબને અને આતંકી ઘટનાને જોડી નથી.