કાશ્મીરના બીજબેહરામાં શુક્રવારે CRPFની ટૂકડી પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. તેમાં એક જવાન ઘાયલ થયા છે. જ્યારે એક બાળક પણ ઘવાયું હોય તેવી શક્યતા છે. સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ થઈ રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સેના વચ્ચે સતત અથડામણ ચાલી રહી છે. શુક્રવારે પણ પુલવામાના ત્રાલમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. ગુરુવારે બારામુલ્લા જિલ્લાના સોપોરમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
The CRPF jawan who was injured in the attack has succumbed to his injuries. A child has also been killed by terrorists in the attack: Central Reserve Police Force (CRPF) https://t.co/Lti01r7ZZu
— ANI (@ANI) June 26, 2020