જમ્મુ-કાશ્મીરના પુલવામાં સુરક્ષા દળો પર આતંકી હુમલો થયો હતો. પંપોરના કાંધીજલ બ્રિજ પર સીઆરપીએફની ૧૧૦ બટાલીયન અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો રોડ ઓપનીંગ ડ્યુટી (આરઓપી) કરતા હતા ત્યારે આતંકીઓએ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં બે જવાન શહીદ થયા હતાં. એમાંય જવાનો ઘવાયા હતા. સમગ્ર વિસ્તારને ઘેરી લઈ શોધકોળ અભિયાન હાથ ધરાયું છે.મળતી પ્રાથમિક માહિતી મુજબ જમ્મુ-કાશ્મીર હાઈવે પર પુલવામા જિલ્લાના પેમ્પોરમાં કાંધીજલ બ્રિજ ખાતે રસ્તો ખુલ્લો રાખવાની સીઆરપીએફના જવાનોની ટુકડી ફરજ બજાવી રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કરી ગોળીબાર કર્યો હતો. આતંકીઓના આ હુમલામાં પાંચ સીઆરપીએફના જવાનો ઘવાયા હતા. સીઆરપીએફની ૧૧૦ બટાલીયનના જવાનો જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે પુલ નજીકનો રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરતા હતા ત્યારે આ હુમલો થયો હતો. ઘવાયેલા સીઆરપીએફના જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા