પુલવામાં જેવો આતંકી હુમલો નિષ્ફળ બનાવ્યો: જૈશ એ મોહમદ અને લશ્કર એ તોયબાના આતંકીઓ સામે ઓપરેશન
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીના ખાત્મા માટે સુરક્ષા દળો દ્વારા દેશમાં ઓપરેશન તીવ્ર બનાવવામાં આવ્યું છે. દરમિયાન પુલવામાં જેવા આતંકી હુમલો કરવાની ફિરાકમાં રહેલા લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદના સાત આતંકવાદીઓને દક્ષિણ કાશ્મીરમાંથી પકડી પાડવામાં જમ્મુ-કાશ્મીર પોલીસને સફળતા મળી છે.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના રેન્જ આઇ.જી.પી વિજયકુમારે આ મામલે વિગતો આપી હતી. તેમને કહ્યું હતું કે, પાકિસ્તાન આધારિત આતંકી સંગઠનના આતંકીઓ સામે કાર્યવાહી થઈ રહી છે. લશ્કર એ તોઈબા અને જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓને પકડી પાડવામાં આવી આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં દેશદ્રોહીઓ સામે પગલાં લેવા મોદી સરકારની આગેવાનીમાં ઘણા સમયથી સુરક્ષા વ્યવસ્થાને ગાઢ બની ગઈ છે. તાજેતરમાં પોલીસે ઝડપી પાડેલા સાતેય આતંકવાદીઓને સોશિયલ મીડિયાના મારફતે પાકિસ્તાનના હેન્ડલરે ભોળવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તેમની પાસેથી કાશ્મીરના વિભાગના નકશા પણ મળી આવ્યા છે. કાશ્મીરની અંદર જ કેટલાક લોકો આતંકવાદીઓને પનાહ આપી રહ્યા હોવાનું પણ આ બનાવમાં થી સામે આવ્યું છે.
કાશ્મીર રેન્જના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ હતું કે, સુરક્ષા એજન્સીઓએ સતત હાઈ એલર્ટ પર છે. જે રીતે ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળી હતી તેને ધ્યાને રાખીને સેના અને પોલીસ બંનેને એક્શન મોડ પર તૈયાર રાખવામાં આવ્યા હતા. ઇન્ટેલિજન્સ પાસેથી માહિતી મળી હતી કે, આતંકી સંગઠન ટી.આર.એફ.નો કાશ્મીર ચીફ અબ્બાસ ચનાપોરા વિસ્તારમાં છુપાયેલો છે. અહીં આતંકીઓ વાહન આધારિત આઈ.ઇ.ડી. બ્લાસ્ટની તૈયારી કરી રહ્યા હતા. જેના આધારે અમે બી.એ.ના વિદ્યાર્થી સાહિલ નાઝીરને પકડી લીધો હતો. જેનો સોશ્યલ મીડિયા મારફત આતંકી સંગઠનમાં સમાવેશ કરાયો હતો. નાઝીરની પૂછપરછ બાદ અમે વધુ 4 યુવા આતંકીઓની ધરપકડ કરી હતી. જેઓ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાનારી વાહન સાથે ઝડપાયા હતા. સાહિલે પૂછપરછમાં કહ્યું હતું કે, તેઓ ઉત્તરી કાશ્મીરના આતંકીઓ સાથે મળીને સ્યુસાઇડ એટેક કરવાનો પ્લાન ઘડી રહ્યાં હતાં.