૨ સ્થળે ચર્ચમાં થયેલા હુમલા બાદ ઈજીપ્તમાં ઈમરજન્સી
ઈજીપ્તમાં યેલા આતંકી હુમલામાં ૪૩ લોકોના મોત યા છે જયારે ૧૦૦ વધુને ઈજા પહોંચી છે. રવિવારના રોજ ઈજીપ્તના બે ચર્ચમાં આઈએસએ વિસ્ફોટ કર્યો હતો અને ખ્રિસ્તી સમુદાયોને નિશાને લીધા હતા. ઈજીપ્તની કુલ વસ્તીમાં ખ્રિસ્તી સમુદાય માત્ર ૧૦ ટકા છે. ત્યારે છેલ્લા થોડા સમયથી ખ્રિસ્તીઓ ઉપર તા હુમલાઓનું પ્રમાણ વધ્યું છે. તેમાં પણ ખ્રિસ્તી ધર્મગુ‚ પોપ ફ્રાન્સીસની ઈજીપ્તની મુલાકાતને થોડા અઠવાડિયાની જ વાર છે ત્યારે જ હુમલો તથા આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, પ્રથમ હુમલો કાયરોથી ૧૦૦ કિ.મી.ના અંતરે આવેલા નાયડેલ્ટાના તાંતા શહેરમાં થયો હતો. જેમાં ૨૭ લોકોના મોત થયા હતા અને ૭૮થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. જયારે બીજો હુમલો એલેકસઝાન્ડ્રીયામાં થયો હતો જેમાં એક આત્મઘાતી હુમલાખોરે કરેલા વિસ્ફોટમાં ૧૬ લોકોના મોત થયા હતા અને ૪૧થી વધુને ઈજા પહોંચી હતી