શાપોર હુમલા બાદ આતંકીઓએ બાંદીપુરાના આર્મી કેમ્પ અને પોલીસ મકને નિશાન બનાવી ગ્રેનેડી હુમલો કર્યો
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુધ્ધ સરકારે એક તરફી સીસ ફાયર કર્યા બાદ રોજે રોજ આતંકી હુમલાની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે ઉત્તર કાશ્મીરના બાંદીપુરા જિલ્લામાં આર્મી કેમ્પ અને પોલીસ મકને નિશાન બનાવી આતંકવાઓએ ગ્રેનેડી હુમલો કરી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરતા લશ્કરે ઘેરાબંધી કરી અંદાજે ૬ જેટલા આતંકવાદીઓનો સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર કાશ્મીરમાં બાંદીપુરા જિલ્લાના હજીન નજીક આવેલ ૧૩ રાષ્ટ્રીય રાઈફલ અને હજીન પોલીસ સ્ટેશન પર ૬ જેટલા આતંકવાદીઓએ ગ્રેનેડી હુમલો કરવાની સાથો સાથો અંધાધૂંધ ગોળીબાર શરૂ કરતા પોલીસ અને લશ્કરે સંયુકત રીતે આતંકવાદીઓનો સફાયો કરવા આતંકીઓને ઘેરી લીધા છે. ગઈકાલી શરૂ યેલા આ આતંકી હુમલામાં હજુ પણ ગોળીબાર ચાલુ છે અને સેનાના જવાનો આતંકીઓનો સફાયો કરવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. જો કે, હજુ સુધી એકેય આતંકવાદી હાથ લાગ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં શાપુર નજીક આતંકવાદીઓએ આઈઈડી ધડાકા કરી સેનાના વાહન ઉપર હુમલો કર્યો હતો અને છેલ્લા દિવસોમાં આતંકવાદીઓ દ્વારા સતત સેના અને પોલીસને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
બીજી તરફ રમઝાન માસને પગલે જમ્મુ-કાશ્મીર સરકાર અને કેન્દ્રએ આતંકવાદીઓ વિરુધ્ધ સેનાના ઓપરેશનને સ્ગીત કર્યું હોય આ હુમલા પરી સ્પષ્ટ બન્યું છે કે, આતંકવાદીઓ એક તરફી સીસ ફાયરનો ગેરલાભ ઉઠાવી સેનાને નિશાન બનાવી રહ્યાં છે.