જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને ખરા અર્થમાં વખોડી કાઢવું જોઇએ ત્યારે હવે ભારત અને પાકિસ્તાન સાથેના જે સંબંધોની વાત સામે આવી રહી હતી તેના ઉપર હવે પૂર્ણવિરામ મુકવામાં આવી ગયો છે. આ આત્મઘાતી હુમલાથી દેશભરમાં જનાક્રોશ ચરમસિમાએ પહોંચી ગયો છે. ત્યારે હવે ભારતે ત્રણ મોરચે લડવાની પહેલ હાથ ધરવી પડશે. જેમાં દેશના ગદ્દારો પાક.માં બેઠેલા આકાઓ અને તાલીબાનમાં રહેલા આતંકીઓ જે પોતાની નાપાક હરકત ભારત દેશમાં કરી રહ્યા છે. આ તમામ વિરૂઘ્ધ ભારતે એકસાથે ત્રણ મોરચે લડવાની પહેલ કરવી પડશે.
ભારત સરકારે દેશમાં રહેલા ગદ્દારોને ઓળખી જવાનો સમય પાકી ગયો છે. ત્યારે બોર્ડર પાર તો ઠીક પણ દેશમાં રહેલા લોકો કે જે ભારતનું અન્ન ખાય છે અને પાક.ના નામનો ઓડકાર ખાય છે તે તમામ વિરૂધ્ધ ભારત સરકારે ચેતવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક ભારત દેશ દ્વારા અનેક પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે પરંતુ તેનો અર્થ એ નહીં લોકો સ્વતંત્રતાનો લાભ લઇ ભારતની ઇજ્જત ઉપર હાથ નાખે. ત્યારે જે રીતે અમેરિકા અફઘાનીસ્તાનમાં તાલીબાન સાથેની રણનીતિમાં કરેલા બદલાવને લઇ જે રિતે વ્યુહાત્મક રીત અપનાવી રહી છે ત્યારે ભારત કે જે એક જવાબદાર રાષ્ટ્ર તરીકે સચેત પણ બનવું પડશે. ત્યારે જે કોઇ વ્યક્તિઓ દેશવિરોધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેના સામે પણ સરકાર આકરા પગલા લેશે તેવી પણ સંભાવના દેખાઇ રહી છે. ત્યારે આ હુમલો જે કરવામાં આવ્યો છે તેમાં કાશ્મીરમાં ઘરના ઘાતકીઓ ઉપર તુટી પડવા સરકાર હવે પોતાનો એકશન પ્લાન ઘડે તેવી શક્યતા સેવાઇ રહી છે.
જમ્મુ-કાશ્મીરનાં પુલવામાં આત્મઘાતી હુમલામાં ૪૪ જવાનોની શહાદ એળે નહિ જવા દેવાય તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દુ:ખદ અને અમાનવિય હિંસાચારને આતંકવાદીઓની કાયરતા ગણાવતા ભારતની માનવતાવાદી અને સંયમના અભીગમને જરાપણ નબળાઈ ન સમજવાનો ભારત વિરોધી તત્વોને આ કૃત્યની સજા માટે તૈયાર રહેવા સંકેત આપી દીધો છે. જમ્મુ કાશ્મીરમાં દાયકાઓથી નિદોર્ષ યુવાનોને હાથા બનાવી યુધ્ધ મોરચે હજુ એક હજાર વર્ષ સુધી તાકાત ભેગી કરે તો પણ ભારત સામે કોઈ કાળે વિજય ન મેળવી શકે તેવા પામર પાકિસ્તાન પાસે પ્રોકસીવોર જેવા ઉંદરકામાં સિવાય કોઈ વિકલ્પ નથી. આંતરરાષ્ટ્રીય મંચ ઉપર એક જવાબદાર લોકતાંત્રીક રાષ્ટ્રને કયારેય ન શોભે તેવી રીતે પાકિસ્તાન વારંવાર આતંકવાદી પ્રવૃત્તિઓનાં પ્રોત્સાહન માટે ખૂલ્લુ પડતુ જાય છે. ભારતમાં સંસદપરના હુમલા, મુંબઈ હુમલો, ગુરદાસપૂરમાં આતંકીય દ્વારા આચરવામાં આવેલા હત્યાકાંડના દરેકના તાર કયાંકને કયાંક પાકિસ્તાન સાથે જોડાયેલા નિકળે છે. મુંબઈ હુમલામાં જીવતો પકડાયેલો અજમલ કસાબ તો પાકિસ્તાનનો નાગરિક હોવાનું સાબિત થયું હતુ.
દર વખતે પાકિસ્તાન આરોપમાં ફસાયા બાદ નફફટ થઈને ખોટુ બોલીને નિદોર્ષ થવા માટે દર વખત બેઆબરૂ થતુ આવ્યું છે. આઝાદી કાળથી ભારત સામે ઈર્ષાથી સળગતુ રહેતુ પાકિસ્તાન ત્રણ વખત યુધ્ધ ભૂમિમાં ભારત સામે મરણતોલ પરાજય ખાઈ ચૂકયો છે. બાંગ્લાદેશ ગુમાવીને અધમૂઓ થઈ ગયેલો પાકિસ્તાન હવે સિંઘ પણ સાચવી શકે તેમ નથી. આંતરિક આરાજકતા અને ગરીબીમાં સપડાયેલું પાકિસ્તાન અમેરિકા અને વિશ્વ બેંકની સહાય ઉપર નભતુ દેશ બનીને રહી ગયું છે. તેમ છતા ભારત સમેની દૂશ્મનાવટ છોડતુ નથી. પુલવામાં નિદોર્ષ ૪૪ સૈનિકોને આત્મઘાતી હુમલાનો ભોગ બનાવવાની ઘટનામાં જેસે મોહમ્મદની સંડોવણી અને મસુદ અજહરનો દોરી સંચાર ઉઘાડા પાડી ગયો છે. તાજેતરમાં જ સર્જીકલ સ્ટ્રાઈક અને તે પહેલા કારગીલનાં ઉંબાડીયામાં ભારતના હાથે મુહતોડ થપ્પડ ખાના‚ પાકિસ્તાન સુધરવાનું નામ લેતુ નથી પુલવામાં હત્યાકાંડ પાકિસ્તાનને અવશ્ય પણે ભારી પડશે જ ભારતની સૈન્ય કાર્યવાહી દસામે એક ક્ષણ પણ ટકવાની શકિત ન ધરાવતું પાકિસ્તાનને તેની સજા મળવી જ જોઈએ ભારત માટે પણ હવે આરપારની લડાઈ લડયા સિવાય છૂટકો નથી તેવો સૂર આમ જનતા તો ઠીક પણ સૈન્યમાંથી પણ ઉઠી રહ્યો છે. ભારત પાકન આઝાદીના ઈતિહાસના ૧૪ ઓગષ્ટ ૧૯૪૭થી લઈને આજ સુધી પાકિસ્તાનના સત્તાવાળાઓએ પોતાના વિકાસને બદલે ભારતની અદેખાઈમાં જ દાયકાઓ વેડફી નાખ્યા છે. ત્યારે હવે પાકિસ્તાનની હરકતો પર કાયમી પૂર્ણ વિરામ મૂકી દેવાનો સમય પાકી ગયો છે. દેશની રક્ષા કાજે શહીદ થઈ રહેલા જવાનોને વંદન.