સર્વે આધારીત દેશની આર્થિક સ્થિતિ ૬૫ ટકા લોકોના મતે સારી: ૧૫ ટકા લોકો હાલની સ્થિતિથી નાખુશ
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને માત્ર હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે આતંકવાદ, બેરોજગારીના મુદ્દાઓ ભારતીયો પર હાવી થશે. વિશ્વાસ આપનાર મતદારો પોતાનો કળશ કોના પર ઢોળશે વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં ૨૦૧૯ની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે.
ત્યારે ભારતના રાજકીય માહોલ અને મતદારોના મન હળવા કરવા માટે અમેરિકા સ્થિત પ્રેસ રીસર્ચ સેન્ટર દ્વારા સર્વે હાથ ધરવામાં આવેલો છે જેમાં ભારતના મતદારો પાક. પ્રેરીત ઉભા કરવામાં આવેલા આતંકવાદ અને બેરોજગારી જેવા મુદ્દાના નિવારણનો વિશ્ર્વાસ આપનાર પર જ પસંદગીનો કળશ ઢોળે તેવું તારણ નીકળ્યું છે.
મે ૨૩ થી જુલાઈ ૨૩ દરમિયાન ૨૫૨૧ જવાબદારો પર આ સર્વે પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો જેમાં અંતિમ અહેવાલમાં બે તૃતિયાંસ એટલે કે ૬૫ ટકા લોકોએ કહ્યું. દેશની આર્થિક સધ્ધરતા ૨૦ વર્ષ પહેલાની સ્થિતિએ સરેરાશ સારી છે. માત્ર ૧૫ ટકા લોકોએ આ સ્થિતિ ખરાબ હોવાનું જણાવ્યું હતું. ત્યારે ૬૬ ટકા લોકો માને છે કે તેમના બાળકો અને ભાવી પેઢીની સ્થિતિ આ ભારતની પેઢીને સ્થિતિ કરતા સારી હશે.
જેમાં ૧૦ ટકા લોકો આ મુદ્દાને પોતાનું સમર્થન આપતા નથી ત્યારે વાત કરવામાં આવે તો ૫૫ ટકા લોકો વર્તમાન સ્થિતિથી સંતુષ્ટ છે અને આ તમામ મુદ્દાઓમાં ૧૫ ટકા જેટલા લોકો સંમતી દાખવી નથી. ત્યારે મોટાભાગના ભારતીયો માને છે કે દેશને પાકિસ્તાનથી સૌથી મોટો ભય છે.
જયારે તેમને પુછવામાં આવ્યું કે, કઈ રીતે પાકિસ્તાનનો ભય પ્રવર્તે છે ત્યારે ૭૬ ટકા પાકિસ્તાન ભય ફેલાવતું હોય, ૬૩ ટકાએ કહ્યું કે આ ગંભીર બાબત છે અને ૫૫ ટકા લોકો માને છે કે, કાશ્મીર દેશ માટે ચિંતાનો વિષય અને મોટી સમસ્યા છે અને આ સ્થિતિમાં ૫ વર્ષમાં કેવો બદલાવ આવ્યો છે તેના જવાબમાં અડધાથી વધુ ૫૩ લોકોએ કાશ્મીરની સ્થિતિ વધુ વણસી હોવાનું જણાવ્યું હતું.