ભાજપ દ્વારા વિધાનસભા ૬૮નાં બુથવાલી, ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જ કાર્યકર્તાનું સંમેલન યોજાયું
શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં તેમજ રાજયના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અટલબિહારી બાજપાઈ ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે વિધાનસભા ૬૮ના તમામ બુથના વાલી, ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જ, શકિતકેન્દ્ર ઈન્ચાર્જ સાથે સંમેલન યોજવામાં આવેલ હતુ .
જેમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, રાજુભાઈ ધ્રુવ, ભાનુબેન બાબરીયા, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ઉદય કાનગડ, અશ્વીન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, સહિતનાની ઉપસ્થિતિમાં આસંમેલન યોજાયું હતુ. સંમેલનનું સંચાલન કિશોર રાઠોડએ અને આભાર વિધિ દેવાંગ માંકડએ કરી હતી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ફૂલહારથી સ્વાગત વિધાનસભા ૬૮નાં વોર્ડના પ્રભારી પ્રમુખ મહામંતથા કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યું હતુ.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતુ કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. અને અનેકવિધ નવી યોજનાઓ અને આયોજનો દ્વારા ગુજરાત દેશના અન્ય વિકસીત રાજયોની સાથે કદમ મીલાવી રહ્યું છે.
આ તકે ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતુ કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા અંત્યોદયની ભાવના એટલે કે છેવાડાના માનવીનો વિકાસ થાય અને રાજય સરકાર કે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધુને વધુ મળે તે દિશામાં પાર્ટીનો કાર્યકર્તા હંમેશા કાર્યરત રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શપથગ્રહણ કર્યા બાદ સૌ પ્રથમ ગરીબો માટે જન ધન યોજના અમલમાં મૂકી હતી ત્યારે મજૂરો માટે અન્નપૂર્ણા યોજના અમલમાં લાવી રાજયના શ્રમીકોને ગરમ ભોજન મળે તે માટે એક સંવેદનશીલ પગલુ ભર્યું છે.
રાજયની સરકારે ખેડુતોની ખેત ઉપજને ટેકાના ભાવથી ખરીદ કરવાનો ઐતિહાસીક નિર્ણય જે ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. અને સૌની યોજનામાં સમાવેશ સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ વિધાનસભા ૬૮ના તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.