દર્દીઓ પરેશાન: ખબર કાઢવા આવતા લોકો પણ બિમારીની ગર્તામાં ધકેલાય તેવી સ્થિતી

મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમય થી ભૂગર્ભ ગટર ઉભરાવી સમસ્યા છે  આ ઉભરાતી ગટરના પાણી નર્સિંગ સ્ટાફના ક્વાટર સુધી જાય જેના લીધે ભારે દુર્ગંધનો સામનો કરવો પાઇ રહ્યો છે અને સતત બીમારીનો ભાઈ સતાવી રહ્યો છે અને આસપાસ રસોડું પણ આવેલ છે આવી વિક્ર્તિ ગંદકીની એક વાર રજૂઆત કરવામાં આવી હી પરંતુ આ જગ્યા પાર કોઈ જાત સાફ સફાઈ કાવામાં આવી નથી આ ગંદકી અને દુર્ગંધના કારણે હોસ્પિટલનો સ્ટાફ પણ બીમાર થાય જાય છે ત્યારે અહીંયા આવેલ દર્દીની શું હાલત થતી હશે જે જગ્યા સવેન્દલ સીલ છે જ્યાં સફાઈ કરવી ખુબ અગત્ય છે તેજ જગ્યા એ સફાઈ થતી નથી તે બાબત ખુબ સારં જનક છે સિવિલ હોસ્પિટલનો જ સફાઈ સ્ટાફ મોટો છે તો સફાઈ કેમ કોઈ નથી કરી રહ્યું આ ગંદકી આવે છે ક્યાં થી અને કેમ સફાઈ કામ નથી થાય રહ્યું આ ગંદકીના કારણે ખુબ દુર્ગંધ મારે છે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે જો આ ગંદકીના કારણે લોકો અસ્વસ્થ થયા તો જવાબ દાર કોણ સરકારી હોસ્પિટલ એક જાહેર સ્થળ કહેવાય ત્યાં દર્દી સાથે ઘણા લોકો આવતા હોય છે જે લોકોના સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચ વાની ભીતિ છે મોરબી જિલ્લો બન્યા બાદ વધુ લોકો સારવાર અર્થે હોસ્પિટલ આવતા હોઈ છે અને બીજી વાત એ કરવાની કે રાત્રીના સમયે દારૂડિયા અને અવાર તત્વો ત્રાસ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે હોસ્પિટલમાં આવી આવા દારૂડિયા અને આવા અવારા તત્વો રાતે ધમચકી મચાવે છે આ અંગે અગાવ ઘણી રજુઆત કરવામાં આવી છે પણ કોએ ધ્યાનમાં લીધેલ નથી મોરબી સિવિલ હોસ્પિટલ જિલ્લા કક્ષાની છે તો ત્યાં કેમ પૂરતી સિક્યોરિટી નથી હોસ્પિટલમાં દારૂડિયાના ધામ હોવાથી લોકો રાતના સમયે આવતા ડરે છે હોસ્પિટલના સ્ટાફ સાથે અવાર નવાર માથાકૂટ કરતા હોય છે આ તત્વો અને ગમે તે સમયે આવી ધીંગા મસ્તી કરતા હોય છે.

admin 2

હોસ્પિટલમાં જગ્યાએ જગ્યાએ દારૂની કોથળીઓ પડી હોય છે ત્યારે હોસ્પિટલના સુપ્રિડેન્ટ પર સવાલો ઉઠે છે શું તેમના ધ્યાનમાં આ બધું નથી આવતું જો સમયસર હોસ્પિટલમાં સફાઈ નહીં થાય અને અવારા તત્વોનો આતંક નહીં સમેટાઈ તો આવનાર દિવસોમાં ગાંધી ચીંધ્યા રાહે આંદોલન કરવાની ચીમકી ઉચારી છે વધુમાં જણાવેલ હતું કે ૨૦૧૭ની ચૂંટણી સમયે સુંદર સરસ બનાવી આપવાનું  મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા મીડિયા સામે જાહેર કર્યું  હતું પરંતુ છેલ્લા ત્રણ વરસમાં સિવિલ હોસ્પિટલની એક પણ મુલાકાત લીધેલ નથી હાલના સમયમાં સરકારી હોસ્પિટલમાં સર્જન ડોક્ટર નથી તથા રેડીઓલોજિસ્ટ પણ નથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે,રાજુભાઈ વી ભંભાણી, જગદીશ જી બાંભણીયા દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી તેમજ મોરબી જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.