Abtak Media Google News

છેલ્લા 6 માસમાં 2 લીધા જીવ અને 3 લોકોને ગંભીર રીતે કર્યા ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોરોનો આંતક સતત વધતો જઈ રહ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા છ મહિનામાં રખડતા ઢોરો એ અડફેટે લેતા બે લોકોના મોત નિપજ્યા છે બીજી તરફ 3 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા માં રખડતા ઢોરો પાંજરે પૂરવા અને કોઈપણ પ્રકારની વ્યવસ્થા ના હોવાના પગલે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સતત રખડતા ઢોરનો ત્રાસ વકરતો જઈ રહ્યો છે ત્યારે આજે પણ વહેલી સવારે સુરેન્દ્રનગર શહેરમાં રખડતા ઢોરોના અંતકે વધુ એક મહિલાને ઇજાગ્રસ્ત કરી છે ત્યારે આ મહિલાને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બીજી તરફ સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં રખડતા ઢોરો સતત જાહેર રસ્તા ઉપર અડીગા લગાવતા હોવાના કારણે શહેરી વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા પણ વધતી જઈ રહી છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગરના સ્થાનિક લોકો અને વેપારીઓએ આવા રખડતા ઢોરને પાંજરે પુરી અને પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માગણી કરી છે.

બીજી તરફ જ્યાં શહેરના જે મેળાનું મેદાન આવેલું છે તેમાં 500 થી વધુ રખડતા ઢોરો હાલ માં આશરો લઈ રહ્યા છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ આ મેદાન ખાલી કરાવી અને ત્યાં રમત ગમત અંગેની સ્પોર્ટ કલબ બનાવવાનું નક્કી કર્યું છે ત્યારે હવે આ રખડતા વધુ 500 ઢોરો શહેરી વિસ્તારમાં અડિગો જમાવશે જેથી આગામી દિવસોમાં વધુ શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ વધશે ત્યારે આ મામલે સ્થાનિક લોકો દ્વારા નગર પાલિકા સમક્ષ માંગણી કરવામાં આવી છે કે જે રખડતા ઢોરો છે તેમનો કાયમી રીતે વસવાટ અને એનો ઉકેલ લાવવામાં આવી અને શહેરી વિસ્તાર માટે ટ્રાફિક સમસ્યા છે અને રખડતા ઢોરોનો ત્રાસ છે તે હળવો કરવામાં આવે એવી માંગણી સ્થાનિક લોકોએ પાલિકા સમક્ષ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.