એક રાતમાં જ ત્રણ સ્થળે દુકાનના તાળા તોડી પોલીસ પેટ્રોલિંગની પોલ ખોલતા તસ્કરો મોબાઇલની દુકાનમાંથી એક લાખ રોકડા ચોરાયા
શહેરમાં પોલીસ પેટ્રોલિંગના તસ્કરોએ ધજીયા ઉડાડયા હોય તેમ સદર બજાર, પેડક રોડ અને કરણસિંહજી રોડ પર ત્રણ દુકાનના શટર તોડી પોલીસને વધુ એક પડકાર ફેંકયો છે. સદર બજારમાં મોબાઇલની દુકાનમાંથી તસ્કરો એક લાખની કિંમતના મોબાઇલનો હાથફેરો કર્યો હતો. જ્યારે પેડક રોડ અને કરણસિંહજી રોડ પરની દુકાનમાંથી કંઇ ખાસ ગયુ ન હતું.
સદર બજારમાં આવેલી રમેશભાઇ છાયા સ્કૂલ સામે રઝવી એન્ટપ્રાઇઝ નામની દુકાનને ગતરાત્રે તસ્કરોએ નિશાન બનાવી શટરના તાળા તોડી એક લાખની કિંમતના મોબાઇલ અને કમ્પ્યુટર ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
જયારે કરણસિંહજી રોડ પર આવેલા સરગમ કલબ સંચાલિત ઓમ મેડિકલ સ્ટોરના તસ્કરોએ તાળા તોડી ‚ા.૨ હજારનું પરચુરણ ચોરાયું હતું. પેડક રોડ પર મીરા પાર્ક પાસેની નિસા મોબાઇલ સોપના તસ્કરોએ તાળા તોડયા હતા પણ તેમાંથી તસ્કરોને કંઇ મળ્યું હતું. નિસા મોબાઇલની સાથે અન્ય બે દુકાનના પણ તસ્કરોએ તાળા તોડી માલ સામાન વેર વિખેર કર્યો હતો. તેમજ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા.
શહેરમાં તાજેતરમાં જ રૈયા ચોકડી, કોઠારિયા રોડ અને પરસાણાનગરમાં એક સાથે આઠ થી દસ જેટલી દુકાનોમાં ચોરી કર્યા બાદ ગતરાતે પેડક રોડ, સદર બજાર અને કરણસિંહજી રોડ પર દુકાનમાં તસ્કરો ત્રાટકયાની ઘટનાથી વેપારીઓમાં ફફડાટ મચી ગયો છ.