ઘટનાને પગલે શાકભાજી માર્કેટોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકોએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી
વરાછામાં ફરી તલવારો સાથે કેટલાંક યુવાનોએ શનિવારે સાંજે આતંક મચાવતાં સમગ્ર વિસ્તારમાં દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. બે અજાણ્યા બદમાશોએ આવીને વરાછા બુટભવાની બીઆરટીએસ રોડ પર શાકભાજી માર્કેટ પાસે પહેલા ચાની કેબિન બંધ કરાવવા પ્રયાસ કર્યો હતો.
કેબિન ન બંધ કરતા બન્ને જણાએ તલવાર જેવા ઘાતક હથિયારોથી હુમલો કર્યા હતો. ગુંડાગર્દી પર ઉતરી આવેલા બન્ને બદમાશોએ 18 હજારની લૂંટ પણ કરી ગયા હતા. તેમજ ફુટની લારી ઊંધી વાળી દીધી હતી ઉપરાંત રસની લારીવાલાને પણ ચપ્પુ મારી દીધું હતુ. ઘટનાને પગલે શાકભાજી માર્કેટોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકોએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી.