• ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં : અમિત શાહનું નિવેદન

જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં રવિવારે સાંજે થયેલા એક મોટા આતંકવાદી હુમલામાં બડગામના એક ડોક્ટર અને પાંચ બિન-સ્થાનિક સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. જ્યારે અન્ય પાંચ ઘાયલ થયા હતા. આતંકવાદી હુમલાની નિંદા કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં અને તેમને સુરક્ષા દળોની આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે.

સમગ્ર ઘટનામાં અમિતભાઇ શાહે એક્સ પર લખ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના ગગનગીરમાં નાગરિકો પરનો કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો એ ઘૃણાસ્પદ કાયરતાપૂર્ણ કૃત્ય છે. આ ઘૃણાસ્પદ કૃત્યમાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં અને અમારા સુરક્ષા દળો દ્વારા સખત જવાબ આપવામાં આવશે. મૃત્યુ પર શોક વ્યક્ત કરતા ગૃહમંત્રીએ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેઓ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે છે.

અધિકારીઓએ જણાવ્યું કે, હુમલામાં બે મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક ડોક્ટર સહિત પાંચ અન્ય લોકોનું પાછળથી મોત થયું હતું. પાંચ લોકો ઈજાગ્રસ્ત છે, જેમને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને શ્રીનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ પંજાબના ગુરદાસપુર નિવાસી ગુરમીત સિંહ, બડગામ નિવાસી ડો. શાહનવાઝ, અનિલ કુમાર શુક્લા, ફહીમ નઝીર, શશી અબરોલ, મોહમ્મદ હનીફ અને કલીમ તરીકે થઈ છે.

આ હુમલો નિર્માણાધીન ટનલ પાસે થયો હતો. સુરક્ષા દળોની એક ટીમ ઘટનાસ્થળે હાજર છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જ્યારે ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે અજ્ઞાત આતંકવાદીઓએ આ હુમલો ત્યારે કર્યો જ્યારે ગુંડ, ગાંદરબલમાં ટનલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા કામદારો અને અન્ય કર્મચારીઓ મોડી સાંજે તેમના કેમ્પમાં પાછા ફર્યા હતા. હુમલા પર પ્રતિક્રિયા આપતા જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ ટ્વિટર પર લખ્યું કે, હું ગગનગીરમાં નાગરિકો પરના જઘન્ય આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. હું લોકોને ખાતરી આપું છું કે આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળ જે પણ હશે તેને બક્ષવામાં આવશે નહીં. અમે જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સુરક્ષા દળોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે.

બારામુલ્લામાં આતંકી ઠાર : મોટા પ્રમાણમાં હથિયારો ઝડપાયા

બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. ભારતીય સેનાના ચિનાર કોપ્ર્સ અનુસાર, સંભવિત ઘૂસણખોરીના પ્રયાસ વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતીય સેના દ્વારા રવિવારે સંયુક્ત ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ બારામુલ્લાના ઉરીમાં એલઓસી પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિ જોઈ, જે બાદ જવાનોએ ગોળીબાર કર્યો, આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો. આ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી માર્યો ગયો હતો.સેના દ્વારા રવિવારે જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંયુક્ત ટીમે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીને ઠાર માર્યો છે અને બારામુલ્લા જિલ્લામાં એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો, દારૂગોળો અને અન્ય યુદ્ધ સામગ્રી જપ્ત કરી છે. ચિનાર કોપ્ર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સંયુક્ત ટીમે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીને ઠાર માર્યો હતો. સ્થળ પરથી એકે રાઈફલ, બે એકે મેગેઝિન, 57 એકે રાઉન્ડ, બે પિસ્તોલ, 3 મેગેઝીન અને અન્ય દારૂગોળો મળી આવ્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.