• કઠુઆમાં પેટ્રોલિંગ કરી રહેલા સેનાના વાહન ઉપર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યા બાદ અંધાધૂંધ ગોળીબાર કર્યો: જૈશ-એ-મોહમ્મદના ફ્રન્ટ સંગઠન કાશ્મીર ટાઈગર્સે હુમલાની જવાબદારી લીધી’
  • જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સેનાના જવાનોના વાહન પર આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. જ્યારે પાંચ જવાન ગંભીર રીતે ઘાયલ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. મોડી રાત સુધી કામગીરી ચાલુ રહી હતી. પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ફ્રન્ટ સંગઠન કાશ્મીર ટાઈગર્સે હુમલાની જવાબદારી લીધી છે.

આ ઘટના સોમવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે આતંકવાદીઓએ બિલવાર ઉપજિલ્લામાં બદનોટાના બરનુદ વિસ્તારમાં જેંડા નાળા પાસે સેનાની 22 ગઢવાલ રાઇફલ્સના વાહન પર હુમલો કર્યો હતો. સેનાનું આ વાહન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું. વાહનમાં દસ સૈનિકો હતા. આતંકવાદીઓએ પહેલા ગ્રેનેડ ફેંક્યો હતો. આ પછી અંધાધૂંધ ગોળીબાર શરૂ થયો.

આતંકવાદીઓ દ્વારા સ્ટીલ બુલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે. સેનાના જવાનોએ પણ ચાર્જ સંભાળ્યો અને જવાબી કાર્યવાહી શરૂ કરી. હુમલા બાદ આતંકીઓ ગાઢ જંગલમાં ભાગી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ ઊંચાઈવાળા વિસ્તારમાં હતા. સૈનિકો તેમની પોઝીશન સંભાળે ત્યાં સુધી આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

આ હુમલામાં ત્રણ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સામેલ હોવાની આશંકા છે. તાજેતરમાં સરહદ પારથી તેમની ઘૂસણખોરીની આશંકા છે. ડીજીપી આર.આર સ્વૈન ખુદ આતંકીઓ સામેના ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.આ હુમલામાં ત્રણ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સામેલ હોવાની આશંકા છે. તાજેતરમાં સરહદ પારથી તેમની ઘૂસણખોરીની આશંકા છે.

જે વિસ્તારમાં આતંકીઓએ હુમલો કર્યો તે વિસ્તાર ઉધમપુરના બસંતગઢ વિસ્તાર સાથે જોડાયેલો છે. ત્યાં અનેક એન્કાઉન્ટર થયા છે. એવું માનવામાં આવે છે કે સરહદ પારથી ઘૂસણખોરી કર્યા પછી, આતંકવાદીઓ આ માર્ગ દ્વારા મેદાની વિસ્તારોમાં પહોંચે છે.

સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પેરા કમાન્ડોએ ચલાવી રહ્યા છે સર્ચ ઓપરેશન

બીજી તરફ સેનાના ઓપરેશનમાં પેરા કમાન્ડોને પણ સામેલ કરવામાં આવ્યા છે. તેને હુમલાના વિસ્તારમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સેના આતંકીઓને ખતમ કરવા માટે એક મોટું ઓપરેશન ચલાવવાની તૈયારી કરી રહી છે. જો કે સાંજે ભારે વરસાદ અને ધુમ્મસ શરૂ થઈ ગયું હતું. ઘાયલ જવાનોને પીએચસી બડનોટામાં પ્રાથમિક સારવાર બાદ પઠાણકોટની સૈનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિલવરથી બદનોટા રોડ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.