રાજકોટ શહેર- જિલ્લામાં 762 કેસ : બોટાદ જિલ્લામાં સૌથી ઓછા 19 કેસ નોંધાયા 

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2175 જેટલા કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ શહેર જિલ્લામાં નોંધાયા છે. જેની સંખ્યા 762 થઈ ગઈ છે.જો કે સામે બોટાદમાં રાહત જોવા મળી છે. અહીં સૌથી ઓછા 19 કેસ નોંધાયા છે.

રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13105  કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 5010 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 2175 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 697 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 65 કેસો નોંધાયા છે. આમ કુલ 762 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 528 અને ગ્રામ્યમાં 139 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

સામે કોરોનાને નાથવા શહેરમાં 3108 અને જિલ્લામાં 1889 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે. જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 336 અને ગ્રામ્યમાં 228  મળી કુલ 564  કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 146 અને ગ્રામ્યમાં 133  દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

સામે શહેરમાં 1465 અને જિલ્લામાં 2422 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 148 અને ગ્રામ્યમાં 106  કેસ નોંધાયા છે. શહેરમાં 92 અને ગ્રામ્યમાં 39 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 1285 અને જિલ્લામાં 3141 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં 102 અને ગ્રામ્યમાં 100  કેસ  નોંધાયા છે. જ્યારે શહેરમાં 70 અને જિલ્લામાં 50 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 673  અને જિલ્લામાં 971 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કુલ 13105 કેસ નોંધાયા, 5010 દર્દીઓ ડિસ્ચાર્જ થયા : 1.42લાખ લોકોનું વેકસીનેશન

જ્યારે દેવભૂમિ દ્વારકામાં 39 કેસ નોંધાયા છે. ત્રણ દર્દી   ડિસ્ચાર્જ થયા છે. 1603 લોકોને વેકસીન પણ અપાઈ છે. ગીરસોમનાથ જિલ્લામાં 63  કેસ નોંધાયા છે. 34 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

અને 3451 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં 66 કેસ નોંધાયા છે. સામે 33 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 1175 લોકોનું વેકસીનેશન કરાયું છે. અમરેલી જિલ્લામાં 85  કેસ નોંધાયા છે. 116 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 3437 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 87 કેસ નોંધાયા છે. 27 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 1517 લોકોને વેકસીન આપવામાં આવી છે. બોટાદ જિલ્લામાં 19 કેસ નોંધાયા છે. 7 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સામે 272 લોકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે પોરબંદર જિલ્લામાં 34 કેસ નોંધાયા છે.સામે 12 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને  1692 લોકોને વેકસીન પણ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.