હાલ ચોમાસુ વાતાવરણમાં હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનના બનાવો વધ્યા છે. આજ રોજ રાજ્યના સિરમૌર જિલ્લામાં ભારે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનના કારણે અડધો પહાડી વિસ્તાર જ જમીનમાં સમાઈ ગયો હતો. એટલું જ નહીં 100 મીટરનો રસ્તો આંખના પલકારામાં જ ગાયબ થઈ ગયો.
View this post on Instagram
પાંડતા સાહિબથી રોહરૂ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 707 બડવાવાસ નજીક લગભગ 100 મીટર સુધીનો આખો રસ્તો ધડામ દઈ પડી ગયો. પાઓન્ટા, સાટોનથી કામરાઉ, કફોટાથી શિલાઇ તરફના વૈકલ્પિક માર્ગો કિલોદ-ખેરવા (ઉત્તરાખંડ) માશુ-ચ્યોગ-જખ્ના થઇને પહોંચી શકાય છે. વહીવટીતંત્રનું કહેવું છે કે રસ્તો પુન: શરૂ કરવામાં બેથી ત્રણ દિવસ લાગી થશે.
જણાવી દઈએ કે હિમાચાલ પ્રદેશના પાંચ જિલ્લાઓમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. 2 ઓગસ્ટ સુધી યલો એલર્ટ જારી કરી દેવાયું છે. અને 4 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ખરાબ હવામાન રહેશે તેમ આગાહી કરવામાં આવી છે. શુક્રવારે ચંબા, મંડી, કુલ્લુ, સિમલા અને સોલનનાં પાંચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે.